નવી દિલ્હીઃ ઉત્તરાખંડના હલ્દવાનીમાં તોફાની ટોળાએ પોલીસ અને દબાણ દૂર કરવા ગયેલી તમનપા તંત્રની ટીમ ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. તેમજ અનેક વાહનોને આગ ચાંપી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલી મહિલા પોલીસ કર્મચારીએ સમગ્ર બનાવ અંગે પોતાની આપવિતી જણાવી હતી.
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીમાં ગુરુવારે ફાટી નીકળેલી હિંસાને કારણે ઘણું નુકસાન થયું છે. આગચંપી, તોડફોડ, ગોળીબાર અને પથ્થરમારામાં ચાર લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ જ્યારે અહીં ગેરકાયદે રીતે બનેલી મસ્જિદ અને મદરેસાને હટાવવા પહોંચી ત્યારે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પોલીસ દળ પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા અને વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી. પરિસ્થિતિ ઉપર કાબુ મેળવા માટે વહીવટીતંત્રે સમગ્ર શહેરમાં કર્ફ્યુ લાદી દીધો હતો અને તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશો પણ જારી કર્યા હતા. શુક્રવારની નમાઝને કારણે, દરેક ખૂણા અને ખૂણે પોલીસ તૈનાત કરવામાં આવી હતી. જો કે આ સમયે અહીં અજંપાભરી શાંતિ હતી, પરંતુ જ્યારે આ ઘટના બની ત્યારે સ્થિતિ ખૂબ જ ભયાનક હતી. પોલીસકર્મીઓ કોઈક રીતે જીવ બચાવીને અહીંથી નીકળવામાં સફળ રહ્યાં હતા.
ઘાયલ મહિલા પોલીસકર્મીએ પોતાની આંખે જોયેલી પરિસ્થિતિનું વર્ણન કરતા કહ્યું હતું કે, ‘જ્યારે પથ્થરમારો થયો ત્યારે અમે એક ઘરમાં ઘૂસી ગયા હતા. ઓછામાં ઓછા 15-20 લોકો ઘરમાં ઘૂસ્યા હતા. ટોળાએ આગ લગાડવાનો પ્રયાસ કર્યો, પથ્થરમારો કર્યો, બધું કર્યું. ઘણા સમય પછી અમારી પોલીસ ફોર્સ આવી, પછી ભારે મુશ્કેલી સાથે અમે બહાર આવ્યા હતા. ચારે બાજુથી પથ્થરમારો થતા ભારે મુશ્કેલીથી બહાર નીકળ્યા હતા. મહિલા પોલીસકર્મીએ વધુમાં કહ્યું કે, ‘બધે, શેરીઓમાં પથ્થરમારો થઈ રહ્યો હતો. તેઓ શેરીઓમાં ઘેરાયેલા હતા અને છત પરથી પણ પથ્થર આવતા હતા. અમે 15-20 લોકો એક ઘરની અંદર હતા. અમે ફોન કરીને લોકેશન મોકલ્યું હતો. જેણે અમને બચાવ્યા તેની સાથે પણ ટોળાએ દુર્વ્યવહાર થયો. તેમના ઘર, બારી-બારણા તૂટેલા હતા. લોકેશન મોકલવામાં આવ્યું ત્યારે ફોર્સ આવી.