અમદાવાદઃ ગુજરાતના ઐતિહાસિક મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. તા. 23મી જાન્યુઆરીના રોજ યોજાનારા મહોત્સવમાં દેશના ખ્યાતનામ કલાકારો પોતાની કલા કામણ પાથરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી ઉત્તરાર્ધ મહોત્સવનો ઈ-શુભારંભ કરાવશે.
ગુજરાતમાં ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે એક જ દિવસનો ઉત્તરાર્ધ મહોત્સવ યોજાય તેવી સંભાવના છે. ઉત્તરાર્ધ મહોત્સવને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ કલેક્ટર કચેરી દ્વારા ઉત્તરાર્ધ મહોત્સવના આયોજન માટે આગામી દિવસોમાં બેઠક આવશે. આ મહોત્સવમાં સૂર્યમંદિરના રંગમંડપ ઉપર ભરત નાટ્યમ, કુચીપુડી, કથકલી, મણીપુરી જેવા શાસ્ત્રીય નૃત્યો રજૂ કરાતા હોય છે