Site icon Revoi.in

અમદાવાદમાં વાજતે-ગાજતે મોઘરાજાની બેટિંગ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

Social Share

અમદાવાદઃ શહેરમાં આજે રવિવારે આકાશમાં ઘટાટોપ વાગળો ગોરંભાયા બાદ બપોરે મેધરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં ગોઢણ સમા પાણી ભરાયા છે. તો કેટલાક વિસ્તારમાં રોડ પર નદીઓ વહી રહી છે. રોડ પર પાણી ભરાતા રાહદોરીઓ અને વાહનચાલકો પરેશાન થયા હતા. શહેરના એસજી હાઇવે, ગોતા, સાયન્સસિટી બોપલ-ઘુમામાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે દિવસ દરમિયાન ગોતા અને સાયન્સ સિટીમાં 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 5 ઇંચ, બોપલમાં 3 ઇંચ, નરોડા 2 ઇંચ, જોધપુરમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. ગોતા, રાણીપ, જગતપુર, ન્યુ રાણીપ, ઘાટલોડીયામાં પણ ધોધમાર વરસાદ વરસી પડ્યો છે. મીઠાખળી અને ત્રાગડ અંડરબ્રીજ વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે.

શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. શહેરના સિંધુ ભવન રોડ, એસજી હાઇવે, જજીસ બંગલો, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ કાળા ડિબાંગ વાદળોની સાથે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થતાં વિઝીબીલીટી પણ ઓછી થઈ છે. જેના કારણે વાહન ચાલકોને પણ પોતાના વાહનોની લાઈટો ચાલુ કરી વાહન ચલાવવા પડ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા આ સાથે જ 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ત્રાગડ અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા બંધ કરવો પડ્યો છે. ગોતા વિસ્તારમાં બે કલાકના વરસાદમાં રોડ પર નદીઓ વહી રહી છે. શહેરના ન્યુ રાણીપ, ચાંદખેડા આઈઓસી રોડ, ત્રાગડ રોડ, ડી કેબીન સાબરમતી જવાહર ચોક રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેમજ વિઝીબીલીટી પણ ઘટી જવાથી વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી હતી.

સતત ત્રીજા દિવસે અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી લીધી છે, ત્યારે રજાના દિવસે બપોરે વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટના બની છે ત્યારે અમદાવાદના પોશ વિસ્તાર એવા સિંધુભવન રોડ પર પાણી ભરાવાથી લોકોને હાલાકીનો કરવો પડ્યો છે. તેમજ વિઝીબીલીટી પણ ઘટી જવાથી વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.