Site icon Revoi.in

રસીકરણ ઝુંબેશઃ- દેશના એવા 6 રાજ્યો કે જ્યાં 100 ટકા રસીકણ, સંપૂર્ણ વસ્તીને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં મેળવી સફળતા

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારીનો ભય વિતેલા વર્ષની શરુ થયો હતો, ત્યાર બાદ કોરોના સામે રક્ષણ આપવા માટે વેક્સિનેશનની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી,ત્યારે હવે  હવે દેશના છ રાજ્યોમાં  એવા છે કે જ્યા 100 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે.

આ મામલે ગયા મહિને હિમાચલ પ્રદેશને  મોટી આ સફળતા મળી હતી, પરંતુ હવે આ યાદીમાં વધુ પાંચ રાજ્યોના સમાવેશ પામ્યા છે. આ તમામ છ રાજ્યોમાં પર્થમ ડોઝનું 100 ટકા રસીકરણ પૂર્ણ થયું છે. હવે અહીં માત્ર બીજી માત્રા લોકોને આપવાની બાકી રહી છે.

વિતેલા દિવસને રવિવારના રોજ  કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા પર આ તમામ રાજ્યોને અભિનંદન આપ્યા હતા આ સાથએ જ દુર્ગમ સ્થળોએ પણ સફળતા મેળવવા અંગે રસીકરણમાં જોડાયેલા દરેક આરોગ્ય કર્મચારીઓને શ્રેય આપ્યો હતો

આ બાબતને લઈને  આરોગ્ય મંત્રાલયે કહ્યું કે હિમાચલ પ્રદેશ, દાદરા અને નગર હવેલી ઉપરાંત ગોવા, સિક્કિમ, લદ્દાખ અને લક્ષદ્વીપ એવા રાજ્યો બન્યા છે કે જ્યા રાજ્યોની સંપૂર્ણ વસ્તી એટલે કે 100 ટકા લોકોને કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ મળી ચૂક્યો છે.તેઓ પ્રથમ ડોઝના 100 ટકા રસીકરણ કરવામાં સફળ રહ્યા છે.

હિમાચલ પ્રદેશમાં 55.74, ગોવામાં 11.83, દાદર નગર હવેલીમાં 6.26, સિક્કિમમાં 5.10 અને લદ્દાખમાં 1.97 લાખ લોકોને કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સિવાય, લક્ષદ્વીપની કુલ વસ્તી 53 હજાર 499 છે જે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનું પ્રમાણ વધુ છે જેમને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

આ સમગ્ર બાબતે આરોગ્ય મંત્રાલયનું માનવું છે કે દેશમાં રસીકરણની ગતિ ખૂબ ઝડપથી વધી રહી છે. આગામી દિવસોમાં આ યાદીમાં વધુ રાજ્યો સમાવાશે પામશે, જે રાજ્યોમાં પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે, આ વર્ષના અંત સુધીમાં, બીજા ડોઝનું રસીકરણ પણ પૂર્ણ થશે.