- બાળકો માટે શરુ થશે રસીકરણ અભિયાન
- ડાયાબિડીઝ ધરાવતા બાળકોને અપાશે પ્રાથમિકતા
- સરકરા કરી રહી છે તૈયાર દિશા નિર્દેશ
દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે બાળકને જોખમની શંકાઓને લઈને હવે બાળક માટે પમ વેક્સિન ટૂંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે જેથી કરીને આ મહામારીથી બાળકોને રક્ષણ આપી શકાય, જેમાં પુખ્ત વયના લોકોની જેમ, બાળકો માટે રસીકરણ કાર્યક્રમ તબક્કાવાર શરૂ થશે. કોરોનાની વેક્સિન સૌ પ્રથમ પહેલેથી જ બીમાર બાળકોને આપવામાં આવશે, જેમનેસંક્રમણનું સૌથી વધુ જોખમ છે. ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદય, કેન્સર, ન્યુમોનિયા જેવા રોગોથી પીડાતા બાળકોને પ્રાથમિકતા આપવામાં આવશે.
રસીકરણ માટે રચાયેલી નેશનલ ઇમ્યુનાઇઝેશન ટેકનિકલ એડવાઇઝરી કમિટીના ચેરમેન ડો,એન.કે.અરોરાએ જણાવ્યું હતું કે પહેલાથી બીમાર બાળકોનું રસીકરણ પ્રાથમિકતાના ઘોરણે કરવામાં આવશે. જેમાં થોડો સમય લાગી શકે છે કારણ કે બાળકોમાં રોગો અંગે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે.
આ સમગ્ર બાબતને લઈને એક અંદાજ મુજબ માં બાળકોના આ રોગમાં લગભગ 20 થી 25 રોગો સામેલ થઈ શકે છે. તેમણે કહ્યું કે પુખ્ત વયના લોકોની જેમ બાળકો માટે પણ રસીકરણ કાર્યક્રમ તબક્કાવાર શરૂ થશે.
તેમણે કહ્યું કે દેશમાં 12 થી 18 વર્ષની વયજૂથની કુલ વસ્તી આશરે 12 કરોડ છે. જ્યારે 18 વર્ષથી ઉપરના લોકોની કુલ વસ્તી 94 કરોડની આસપાસ જોવા મળે છે. અત્યારે સરકારની પ્રાથમિકતા પુખ્ત વયના લોકોનું રસીકરણ પૂર્ણ કરવાની છે, પરંતુ આગામી થોડા અઠવાડિયામાં 12 થી 18 વર્ષની ઉંમરના લોકો માટે પણ રસીકરણ પણ શરૂ થશે. આ માટે ઝાયડસ કેડિલા કંપનીની રસીનો ઉપયોગ કરવામાં આવશે.