Site icon Revoi.in

રસીકરણ ઝુંબેશઃ માત્ર એક મહિનાથી પણ ઓછા સમયમાં 2.27 લાખ સગર્ભા સ્ત્રીઓને વેક્સિન અપાઈ

Social Share

દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે વેક્સિનેશન પુર જોશમાં ચાલી રહ્યું છે, ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા હવે ગર્ભવતી મહિલાઓ પણ આગળ આવી રહી છે,ગર્ભવતી મહિલાઓના રસીકરણમાં વધારો જોવા મળી રહ્યો છે.

વિતેલા દિવસને શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ બાબતે માહિતી આપી હતી કે, માત્ર એક મહિનાથી પણ ઓછા સમયગાળાની અંદર જ કુલ 2.27 લાખથી વધુ ગર્ભવતી મહિલાઓએ વેક્સિન લીધી છે. તામિલનાડુ, મધ્યપ્રદેશ, ઓડિશા, કેરળ અને કર્ણાટકમાં સૌથી વધુ ગર્ભવતી મહિલાઓએ આગળ આવીને રસીકરણમાં ભાગ લીધો છે.

આ બાબતને લઈને મંત્રાલયે કહ્યું  હતું કે 2જી  જુલાઈના રોજ ગર્ભવતી મહિલાઓને કોરોના રસીકરણમાં સામેલ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે, આરોગ્ય કર્મચારીઓનો તાલીમ કાર્યક્રમ પણ પૂર્ણ થઈ ચૂક્યો છે.

દેશના રાજ્ય તામિલનાડુમાં સૌથી વધુ 78 હજાર 838 સગર્ભા મહિલાઓનું રસીકરણ  કરવામાં આવ્યું છે. ત્યાર બાદ બીજા સ્થાને આંધ્રપ્રદેશમાં 34 હજાર 228 સગર્ભા સ્ત્રીઓ, ઓડિશામાં 29 હજાર 821, મધ્યપ્રદેશમાં 21 હજાર 842, કેરળમાં 18 હજાર 423 અને કર્ણાટકમાં 16 હજાર 673 સગર્ભા સ્ત્રીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે, સગર્ભા સ્ત્રીઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્યો દ્વારા અનેક પહેલ પણ કરવામાં આવી રહી છે. ઘણા રાજ્યોમાં આ માટે ખાસ રસીકરણ સત્રોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ઘણા સ્થળોએ, એન્ટિનેટલ ક્લિનિક્સમાં ફ્રન્ટલાઈન કામદારો અને સલાહકારો દ્વારા રસીકરણની સલાહ પણ આપવામાં આવી રહી છે. ઈ મહત્વના કાર્યમાં આશા વર્કસર્સ પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે અને સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને પોતપોતાના વિસ્તારમાં રસીકરણ અંગે જાગૃત કરી રહ્યા છે.