રસીકરણ ઝુંબેશને મળશે વેગઃ દર મહિને દેશમાં કોવિશીલ્ડના 12 કરોડ અને કોવેક્સિનના 5.8 કરોડ ડોઝનું થશે ઉત્પાદન
- રસીકરણની પ્રક્રિયા બનશે ઝડપી
- દર મહિને દેશમાં કોવિશીલ્ડના 12 કરોડ બનાવાશે
- કોવેક્સિનના 5.8 કરોડ ડોઝનું થશે દેશમાં દર મહિને ઉત્પાદન
દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે તેની સામે મોટા પ્રમાણમાં કોરોના વિરોધી વેક્સિન આપવામાં આવી રહી છે ,કોરોના રસીકરણ ઝુંબેશને વેગ આપવા માટે રસીઓનું ઉત્પાદન વધારવાની કવાયત તીવ્ર બની રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે રાજ્યસભામાંઆ બાબતને લઈને જણાવ્યું હતું કે ડિસેમ્બર સુધીમાં દર મહિને કોવિશિલ્ડના 12 કરોડ ડોઝ અને કોવાક્સિનના 5.8 કરોડ ડોઝનું દેશમાં જ ઉત્પાદન કરવામાં આવશે.
વેક્સિનના ઉત્પાદન ક્ષમતા અંગેના સવાલના જવાબમાં માંડવિયાએ જણાવ્યું હતું કે, “હાલમાં કોવિશિલ્ડના 11 કરોડ ડોઝ દર મહિને ઉત્પન્ન થાય છે. આગામી મહિનાઓમાં તેને વધારીને 12 કરોડ કરવામાં આવશે. તે જ સમયે, દર મહિને કોવાક્સિનના 2.5 કરોડ ડોઝ તૈયાર કરવામાં આવે છે, તેને વધારીને 5.8 કરોડ કરવામાં આવશે.
આ ઉપરાંત મંત્રી માંડવિયાએ ઉચ્ચ સદનમાં કહ્યું હતું કે ઓક્ટોબર-નવેમ્બર મહિનાઓ સુધીમાં દેશમાં વધુ ચાર વેક્સિન પણ ઉપલબ્ધ થશે જેથી રસીકરણ ઝડપી બનષે. બાયોલોજીકલ્સ ઇ અને નોવાર્ટિસ વેક્સિન પણ ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે. બીજી બાજુ, ઝાયડસ કેડિલાને આગામી દિવસોમાં મંજૂરી મળશે.આ સાથે જ હવે સ્પુતનિક વી વેક્સિન ભારતીય બજારમાં પણ ઉપલબ્ધ થશે
મંત્રીએ જ્યસભામાં વધુમાં વેક્સિન બાબતે કહ્યું હતું કે કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતી એન્ટિ-વાયરલ દવા રેમડેસિવીરનું ઉત્પાદન જૂન મહિનામાં વધીને દર મહિને 122.49 લાખ થઈ ચૂક્યું છે. આ દવા વિદેશમાં નિકાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી તરંગમાં આ દવાની ખૂબ એછત વર્તાઈ હતી જેને લઈને હવે ત્રીજી લહેરની શંકાઓ વચ્ચે કોરોના રસીકરણને ઝડપી બનાવાની કવાયત હાછ ધરવામાં આવી રહી છે.