- ટૂંક સમયમાં દેશને મળશે સિંગલ ડોઝ વેક્સિન
- આવતા અઢવાડિયે કસૌલીની સેન્ટ્રલ લેબોરેટરી માંપ્રથમ બેચનું પરિક્ષણ
દિલ્હી- કોરોના વાયરસ સામે રક્ષણ માટે વેક્સિનેશન પ્રક્રિયાને વેગ અપાઈ રહ્યો છે ત્યારે હવે કોરોનાની સિંગલ ડોઝની વેક્સિનનો ઈતંઝાર હવે ખતમ થશે,મળતી માહિતી પ્રમાણે આ રસી આગામી મહિનાથી દેશમાં ઉપલબ્ધ કરાવામાં આવશે. આવતા અઠવાડિયે રસીની પ્રથમ બેચ પરીક્ષણ માટે કસૌલીની સેન્ટ્રલ લેબોરેટરીમાં પહોંચશે.
આ બેચનું પરીક્ષણ કસૌલી અને પુણે સ્થિત બે અલગ અલગ પ્રયોગશાળાઓમાં કરવામાં આવશે. આ પ્રક્રિયામાં લગભગ બે અઠવાડિયા લાગી શકે છે, ત્યારબાદ રસીકરણ માટે રસી ઉપલબ્ધ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે આ સિંગલ ડોઝ રસી જ્હોન્સન એન્ડ જોનસન ફાર્મા કંપની દ્વારા વિકસાવવામાં આવી છે. તાજેતરમાં, કંપનીને ભારત સરકાર તરફથી કટોકટીના ઉપયોગ માટે પરવાનગી મળી છે. હાલમાં, કંપનીને રસીની આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ હૈદરાબાદ સ્થિત ફાર્મા કંપની બાયોલોજિક ઇ સાથે કરાર હેઠળ, આવનારા દિવસોમાં તેનું સ્થાનિક ઉત્પાદન પણ શરૂ કરવામાં આવનાર છે.
આ બાબતે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જોહ્ન્સન એન્ડ જોનસનને ઘરેલું ઉત્પાદન માટે ફરીથી પરવાનગી મેળવવી પડશે. આ રસી એક માત્રા પૂરતી છે, અને આ રસીની પ્રથમ બેચ આગામી એક સપ્તાહની અંદર ગમે ત્યારે ભારત આવી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે તાજેતરમાં પુણે સ્થિત લેબને પણ રસી પરીક્ષણ માટે માન્યતા મળી છે. આ સુવિધા દેશમાં ત્રણ લેબમાં ઉપલબ્ધ છે.ઉલ્લેખનીય છે કે હાલ રસીકરણ અભિયાનમાં ભારકમાં કોવિશીલ્ડ,કોવેક્સિન અને સ્પુતનિક વી નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.