Site icon Revoi.in

રાજકોટમાં લોકોને બીજો ડોઝ આપવા માટે મનપાની વેક્સિનેશન ડ્રાઈવ

Social Share

રાજકોટ: કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજકોટ મનપા દ્વારા વધુ એક પહેલ શરૂ કરવામાં આવી છે. જાણકારી અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા  આજ  રોજ કોરોના વેક્સીનેશન મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. ગત 17 સપ્ટેમ્બરે આવી જ ઝુંબેશમાં વેકસીન લેનાર 46 હજાર લોકો પૈકી 20 હજાર જેટલા પ્રથમ ડોઝ હોય અને આ લોકોના 84 દિવસ પૂર્ણ થતા મનપાએ તેની નવી ડ્રાઇવ ગોઠવી છે.

કમિશ્નર અમિત અરોરાએ વિગત આપતા જણાવ્યું હતું કે, 19થી 20 હજાર લોકોએ પ્રથમ ડોઝ લીધો હોય તેમના 84 દિવસ પૂરા થયા છે. તે તમામ માટે આજે મનપાની ફરી વેકસીનેશન ડ્રાઇવનું આયોજન થયું છે.

ઉલ્લેખનીય છે કે ઓમિક્રોનના વેરિયન્ટથી તમામ રાજ્યના તંત્ર તથા સરકાર ચિંતામાં છે અને તેનાથી કોઈ મોટી જાનહાની કે નુક્સાન ન સર્જાય તે માટે આગામી પગલા લેવામાં આવી રહ્યા છે. રાજકોટમાં તંત્ર દ્વારા ફટાફટ લોકોને વેક્સિન મળે તે માટે તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા છે અને સરાહનીય કામગીરી બદલ મોટાભાગના લોકોને વેક્સિનના બે ડોઝ પણ આપી દેવામાં આવ્યા છે.