- રસીકરણ અભિયાનને મળશે વેગ
- આવતા મહિને દેશને 24 કરોડ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ કરાવશે સરકાર
- કેન્દ્ર રસીકરણની ગતિને ઝડપી બનાવાની દિશામાં વ્યસ્ત
દિલ્હીઃ દેશભરમાં વિતેલા વર્ષથી જ ચાલી રહેલી કોરોના મહામારીએ અનેક લોકોના જીવન પરઆ અસર દેખાડી છે, ત્યારે કોરોના સામેની જંગી લડતામાં વેક્સિન એક માત્ર અસરકારક ઉપાય છે જેને લઈને સરકાર સતત પ્રયત્નશીલ રહે છે કે દેશવાસીઓને વધુને વધુ વેક્સિન આપવામાં આવે અને કોરોના સામેની લડતમાં જીત મેળવી શકાય. ત્યારે હવે કોરોના રસીકરણ અભિયાનમાં આવતા મહિના સપ્ટેમ્બરથી જોરદાર વેગ મળશે
ઉલ્લેખનીય છે કે શુક્રવારના રોજ એક કરોડથી વધુ રસીના ડોઝ આપવાનો રેકોર્ડ બનાવ્યા બાદ, આરોગ્ય મંત્રાલયે સપ્ટેમ્બરમાં રસીકરણ ઝડપી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સપ્ટેમ્બરમાં 24 કરોડથી વધુ રસી આપવામાં આવે તેવી શક્યતાઓ જાવા મળી રહી છે.
આ સમગ્ર બાબતને લઈને કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર માટે કોરોનાની રસીના 24 કરોડ ડોઝની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સપ્ટેમ્બરમાં સરેરાશ દરરોજ 80 લાખ વેક્સિનના ડોઝ આપવાનું લક્ષ્ય પ્રાપ્ત થશે. જ્યારે ઓગસ્ટમાં હજુ થોડા દિવસો બાકી છે, પરંતુ દરરોજ સરેરાશ 53-54 લાખ રસીઓ આવી રહી છે.
અત્યાર સુધી રસીકરણ કાર્યક્રમ સંપૂર્ણપણે કોવિડીયલ્ડ અને કોવેક્સિન પર આધારિત છે. સ્પુટનિક વી રસીનો પુરવઠો મર્યાદિત સંખ્યામાં જોવા મળે છે. અત્યાર સુધીમાં માત્ર થોડા લાખ લોકોએ જ સ્પુતનિકના ડોઝ લીધો છે. જ્યારે અત્યાર સુધીમાં સંચાલિત 63 કરોડ રસીઓમાંથી લગભગ 55 કરોડ કોવશિલ્ડ અને 7.63 કરોડ કોવેક્સિન આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્વદેશી ઉત્પાદિત સ્પુતનિક રસીનો સપ્લાય સપ્ટેમ્બરમાં શરૂ થવાની શક્યતા છે. આ રસીની ઉપલબ્ધતામાં વધારો કરશે.