Site icon Revoi.in

વેક્સિન લેવાથી કોરોનાવાયરસનું જોખમ ઓછું થયું છે, ટળ્યું નથી, જાણી લો આ મહત્વની જાણકારી

Social Share

ભારતમાં કોરોનાવાયરસના કેસ ભલે ઓછા થયા હોય, લોકો દ્વારા હવે કોરોનાવાયરસને હળવાશથી લેવામાં આવી રહ્યો છે. આવામાં જાણકારો દ્વારા મહત્વની વાત કહેવામાં આવી છે. જાણકારો દ્વારા લોકોને સતર્ક કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે દેશમાં ઝડપી રસીકરણને કારણે વાયરસ નિયંત્રણમાં આવ્યો છે, પરંતુ હજુ પણ લોકોએ ચેતવણી દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે. કારણ કે કોરોનાનો ફેલાવો ઓછો થયો છે, તે સમાપ્ત થયો નથી.

ભારતે કોરોના રસીના 100 કરોડ ડોઝનો આંકડો પૂરો કરી લીધો છે. 100 વર્ષમાં સૌથી મોટી મહામારી સામે લડવા માટે હવે સમગ્ર દેશમાં 100 કરોડ રસીના ડોઝનું મજબૂત રક્ષણાત્મક કવચ છે. થોડા સમયમાં આટલી બધી રસીકરણના કારણે દેશમાં ખુશીની લહેર છે.

પીએમ મોદીએ વેક્સિનને કોરોના સામે લડવા માટેનું એકમાત્ર હથિયાર ગણાવતા કહ્યું કે આપણે ‘કોવિડ યોગ્ય પ્રથાઓ’ જેમ કે શારીરિક અંતર જાળવવું, માસ્ક પહેરવા, નિયમિતપણે હાથ ધોવા વગેરેનું પાલન કરવાનું ચાલુ રાખવું જોઈએ. COVID-19ના ભવિષ્યમાં ઉભા થતાં જોખમને અટકાવવું જોઈએ.

આગામી તહેવારોને ધ્યાને રાખીને સરકારે મીડિયાને પણ જાગૃતિ ફેલાવવાની ભલામણ કરી છે. મીડિયાએ ત્રીજી લહેરને ટાળવામાં અત્યાર સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તહેવારની સિઝનને ધ્યાનમાં રાખીને આપણે વધારે સાવચેતી રાખવાની જરૂર છે. તહેવાર કોરોના પછી પણ ઉજવાશે.