Site icon Revoi.in

ભાવનગર જિલ્લામાં પુરૂષોની તુલનામાં મહિલાઓમાં 14 ટકા ઓછું વેક્સિનેશન

Social Share

ભાવનગરઃ રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોના રોગચાલો કાબુમાં આવી ગયો છે. બીજીબાજુ કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે વેક્સિનેશન ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં કોરોના રસીકરણ આગળ ધપી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 10 તાલુકામાં કુલ 18,92,304 લોકોએ કોરોના વિરૂદ્ધ રસીકરણ કરાવ્યું છે. જેમાં પુરૂષોમાં રસીકરણ 10,14,827 થયું છે અને મહિલાઓમાં રસીકરણ 8,77,217 થયું છે. એટલે કે પુરૂષોની તુલનામાં મહિલાઓમાં રસીકરણની ટકાવારી 13.56 ટકા જેટલી ઓછી થઇ છે.

ભાવનગર જિલ્લામાં 10 તાલુકાઓમાં કુલ 18,92,304 વેક્સિન લીધી છે. ભાવનગર જિલ્લામાં પુરૂષોમાં કુલ વેક્સિનેશન 18,92,304ને થયું છે. જેમાં પુરૂષોમાં વેક્સિનેશન 10,14,827 અને મહિલાઓમાં વેક્સિનેશન 8,77,217ને આંબ્યું છે. એટલે કે પુરૂષો કરતા મહિલાઓમાં રસીકરણનું પ્રમાણ 1,37,640 ઓછું થયું છે. ટકાવારીની દ્રષ્ટિએ 13.56 ટકા ઓછું થયું છે. આમ જિલ્લામાં રસીકરણમાં પુરૂષોની તુલનામાં મહિલાઓમાં થોડી ઓછી જાગૃતિ છે.

જિલ્લાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં કોરોના રસીમાં કુલ 18,92,304 રસીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં 16,91,483 ડોઝ કોવિશિલ્ડના ઉપયોગમાં લેવાયા છે જ્યારે કોવેક્સિનના 2,00,821 ડોઝ ઉપયોગમાં લેવાયા છે. આથી ટકાવારી મુજબ 89.39 ટકા કોવિશિલ્ડની રસી ઉપયોગમાં લેવાઇ છે જ્યારે 10.61 ટકા કોવેક્સિન રસીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જિલ્લામાં 10 તાલુકામાં આજ સુધીમાં કુલ લક્ષ્યાંક 13,46,824નું છે અને તેની સામે પ્રથમ ડોઝમાં 12,28,462 લોકોએ રસી લઇ લીધી છે. એટલે કે પ્રથમ ડોઝમાં લક્ષ્યાંક સિદ્ધિ 91.2 ટકા થઇ છે જ્યારે બીજા ડોઝમાં અત્યાર સુધીમાં 6,94,487 લોકોએ રસીકરણ કરાવ્યું હોય તેમાં રસીકરણની ટકાવારી 56.5 ટકા થઇ ગયું છે.

ભાવનગર જિલ્લામાં એક માત્ર વલ્લભીપુર તાલુકો એવો છે જેમાં કોરોનાના પ્રથમ ડોઝમાં કોરોનાનું 100 ટકાથી વધુ રસીકરણ થઇ ગયું છે. આ તાલુકામાં કુલ લક્ષ્યાંક 70,475 લોકોનુ઼ છે અને તેની સામે પ્રથમ ડોઝમાં 76,511 લોકોએ રસી લઇ લેતા ટકાવારી 108.6 ટકા થઇ ગયું છે.