Site icon Revoi.in

વેક્સિન આપવી એ ફરજ છે ! બાડમેરમાં હેલ્થ વર્કરે ઉંટ પર બેસી વ્યક્તિના ઘરે જઈને વેક્સિન આપી

Social Share

બાડમેર: કોરોનાવાયરસના જોખમ સામે અત્યારે તો વેક્સિન સૌથી વધારે અસરકારક હથિયાર છે તેવું લાગી રહ્યું છે. દેશમાં જે લોકો બાકી છે તેમને વેક્સિન મળે તે માટે સરકાર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને સરકારના આ પ્રયાસમાં સરકારને સૌથી વધારે મદદરૂપ રહેતા હોય તો તે છે હેલ્થવર્કર કે જે રાત દિવસ જાગીને પણ દેશની સેવા કરી રહ્યા છે.

આવામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બે ફોટોને શેર કર્યા છે જેમાં જોવા મળે છે કે હેલ્થ વર્કર ઊંટ પર બેસીને વેક્સિન આપવા પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે,ભારતના કેટલાક ગામડા એવા છે કે જ્યાં વેક્સિનને લોકો સુધી પહોંચાડવી તે અલગ જ પ્રકારની ચેલેન્જ છે. કેન્દ્ર સરકારે ગામડે ગામડે રસી પહોંચાડવા માટે ઘણા મોટા અભિયાન ચલાવ્યા છે. તેમાંથી એક અભિયાન છે ‘હર ઘર દસ્તક’. જેમાં ગામડે ગામડે લોકોને ઘરે ઘરે જઈ રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

કેટલાક ગામડા એવા છે કે જે ટેકરીઓ પર અથવા પહાડો પર આવેલા છે અને તેના કારણે તે વિસ્તારોમાં વેક્સિન લોકોને આપવી તે પડકારજનક બની જતું હોય છે. ભારતમાં અત્યાર સુધી અંદાજે 70 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે અને કોરોનાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વધારે પ્રયાસ કરવામાં આવે તેવી પણ સંભાવના છે.