Site icon Revoi.in

અરવલ્લી જિલ્લામાં 15થી 18 વર્ષના તરુણોનું વેક્સિનેશન શરૂ, 60000 બાળકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ

Social Share

અરવલ્લી: આજે સમગ્ર ભારતમાં15 થી 18 વર્ષની વયના તરુણોનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત તમામ તાલુકાઓની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને 15થી 18 વર્ષ સુધીના તરુણોનું વેકસીનેસન કરવામાં આવ્યું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન 15થી 18 વર્ષ સુધીના તરુણોને વેકસીનેસન મહાઅભિયાન અંતર્ગત વેક્સિનેટેડ કરવાની જાહેરાત કરી હતી.

આને લઈને અરવલ્લી જિલ્લામાં આરોગ્યની 218 જેટલી ટીમોના 600થી વધુ કર્મચારીઓ દ્વારા જિલ્લાના 60 હજારથી વધુ તરુણોને વેકસીનેટેડ કરવાનો લક્ષ્યાંક છે ત્યારે આજથી જિલ્લામાં તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વેક્સિનેશન મહાઅભિયાનમાં શાળાના માન્ય વયજુથ ધરાવતા વિદ્યાર્થીઓએ કોરોના સામે રક્ષણ મેળવવા માટે ઉત્સાહપૂર્વક વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો, સાથે જ વિદ્યાર્થીઓએ તમામને વેકસીન લેવા અપીલ પણ કરી હતી.