- દેશના ચાર રાજ્યોમાં રસીકરમનું થશે રિહર્સલ
- રિહર્સલ ગુજરાત, પંજાબ, આસામ અને આંધ્ર પ્રદેશમાં થશે
- આ માટે રાજ્ય કક્ષાએ નવ હજારથી વધુ કર્મીઓને તાલીમ અપાઈ
દિલ્હીઃ કોરોના મહામારીએ સમગ્ર દુનિયામાં ભરડો લીધો છે, દરમિયાન અમરેકા સહિતના દેશોમાં રસીકરણનો આરંભ કરવામાં આવ્યો છે. ત્યારે ભારતમાં આગામી દિવસોમાં રસીકરણનો આરંભ કરવામાં આવશે. જેની હાલ જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન આગામી સોમવારથી દેશના ચાર રાજ્યોમાં રસીકરણને લઈને રિહર્સલનો શુભારંભ કરવામાં આવશે.
ભારત સરકારના જણાવ્યા અનુસાર, આગામી 28-29 ડિસેમ્બર દરમિયાન ચાર રાજ્યોમાં રસીકરણનું રિહર્સલ શરૂ કરવામાં આવશે. રસી આપતા પહેલા પ્રેક્ટિસ અનિવાર્ય હોવાનું તજજ્ઞો માની રહ્યા છે.રસી લેનારના આરોગ્યને જોખમ થવાનો ભય સતાવતો હોય છે. જેથી તેમનો ભય દૂર કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. રસીકરણના રિહર્સલ માટે પસંદર કરાયેલા ચાર રાજ્યોમાં ગુજરાત, પંજાબ, આસામ અને આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે. સરકારે રસીનું મોનિટરિંગ કરવા માટે કો-વિન નામે ઓનલાઈન પ્લેટફોર્મ પણ તૈયાર કર્યું છે.
ભારતમાં ટ્રાયલ રનમાં ચાર રાજ્યના બે જિલ્લાની રસીકરણ માટે પસંદગી કરવામાં આવશે. ભારતમાં રસીકરણ માટે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ નવ હજારથી વધુ કર્મીઓને તાલીમ આપવામાં આવી છે. સમગ્રદેશમાં 29 હજાર જેટલા કોલ્ડ ચેઈન પોઈન્ટ ઉભા કરાયા છે, જ્યાં સ્ટોરેજના 85 હજારથી વધારે સાધનો તૈયાર કરાયા છે.જો કે ભારતમાં વેક્સિન લેવા માંગતા તમામે તમામ નાગરિકોએ નોંધણી ફરજિયાત કરાવાની રહેશે
ઉલ્લેખનીય છે કે, ભારતમાં વર્ષોથી પોલીયોની અને નેક બીજી રસી આપવામાં આવે છે અને જગતનો સૌથી મોટો રસીકરણ પ્રોગ્રામ ભારતમાં ચાલી રહ્યો છે. જો કે કોરોનાની વેક્સિનને લઈને આ સમયે રિહર્સલની નિવાર્યતા સર્જાય છે,જેથી રસીકરણના કાર્યક્રમ માટે રિહર્સલનો આરંભ કરવામાં આવશે.
સાહિન-