- મોર્ડના અને જ્હોનસલન એન્ડ જોનસનના બૂસ્ટર ડોઝને મંજૂરી
- વેક્સિનેશનમાં વધુ વેક્સિનનો થશે ઉમેરો
દિલ્હીઃ- વિશ્વભરમાં ભારકે વેક્સિન બાબતે ઘણી સિદ્ધીઓ પ્રાપ્ત કરી છે ત્યારે હવે ફરી એક વખત ભારતના વૈજ્ઞાનિકોએ રસીકરણના ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી છે.એસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ વિતેલા દિવસને બુધવારે મોડર્ના ઇન્ક અને જોહ્ન્સન એન્ડ જોહન્સનની કોરોના રસીના બૂસ્ટર ડોઝને મંજૂરી આપી હતી.
આ બાબતે એફડીએ જણાવ્યા પ્રમાણે આ બૂસ્ટર ડોઝ ત્રીજા ડોઝ તરીકે લેવો પડે છે. આ ઉપરાંત, એફડીએએ મિક્સ-એન્ડ-મેચ બૂસ્ટર ડોઝને પણ મંજૂરી આપી છે. આ બૂસ્ટર ડોઝ કોઈપણ રસીના પ્રથમ ડોઝ પછી આપી શકાય છે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે મિક્સ એન્ડ મેચ ટ્રાયલ દરમિયાન, જે લોકોએ જ્હોન્સન એન્ડ જોહન્સનની સિંગલ ડોઝ રસી લીધી હતી અને બૂસ્ટર ડોઝ તરીકે મોર્ડનાની રસી આપવામાં આવી હતી, 15 દિવસમાં આવા લોકોના શરીરમાં એન્ટિબોડીઝનું સ્તર 76 ગણું વધ્યું હતું. જ્યારે બૂસ્ટર ડોઝ તરીકે જોહ્ન્સન એન્ડ જોહ્નસન લેનારાઓમાં, એન્ટિબોડીઝ માત્ર ચાર ગણી વધેલી જોવા મળી છે.
જોકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનકહે છે કે ભલે મિક્સ-એન્ડ-મેચ રસીકરણના પરિણામો આશાસ્પદ લાગી રહ્યા છે, પરંતુ મોટા પાયે અમલીકરણ માટે તેની અસરકારકતા ચકાસવા માટે વધુ અભ્યાસની જરૂર છે.આ રીતે જબલ્યૂએચઓ એ તેના ઉપયોગ પર વાંધો વ્યક્ત કર્યો હતો
અભ્યાસમાં જણઆવ્યા પ્રમાણે મોર્ડનાની રસી મેસેંજર આરએનએ પર આધારિત છે, જ્યારે જ્હોન્સન અને જોહ્ન્સનની રસી વાયરલ વેક્ટર ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તે જ સમયે, આ દાવા પછી, હવે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આ સપ્તાહના અંતમાં મોડર્ના અને જોન્સન એન્ડ જોહ્ન્સન રસીઓના બૂસ્ટર શોટની ગુણવત્તા અંગે ચર્ચા કરશે.ઉલ્લેખનીય છે કે આ બૂસ્ટર ડોઝ ાવતા વેક્સિનનેશનને વધુ વેગ મળી શકે છે.