Site icon Revoi.in

ભાવનગરમાં વેક્સિનના સર્ટિફિકેટનું કૌભાંડ, ચપટી વગાડતા જ વેક્સિન સર્ટી. મળી જાય છે

Social Share

ભાવનગરઃ જિલ્લામાં કોરોનાની વેક્સિન ન લીધી હોવા છતાં ચપટી વગાડતા જ વેક્સિનના યર્ટી. મળી જતા હોવાની ફરિયાદો ઊઠી છે. કોરોનાના સંક્રમણથી બચવા સરકારે વેક્સિનેશન પર ભાર મુક્યો પરંતુ લોકો વેક્સિનથી રક્ષિત થવાને બદલે વેક્સિન મુકાવ્યા વગર વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા હોવાનું સર્ટિફિકેટ પણ મેળવી લે છે. જે માટે આરોગ્ય કેન્દ્રો પરના કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરી આ ગેરકાનૂની કાર્ય કરવા ફાટી નીકળેલા એજન્ટો દ્વારા લાભાર્થીઓ પાસેથી 300 થી લઇ 3 હજાર સુધી રૂપિયા લઇ વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા હોવાનું પ્રમાણપત્ર પણ આપી દેતા હોવાનું કહેવાય છે.

રાજ્યમાં કોરોનાના વધતા જતાં કેસને લઈને સરકાર દ્વારા વેક્સિન આપવાની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. સરકારે જાહેર સ્થળો, બાગ-બગીચા, મોલ, જાહેર પરિવહનની બસ સેવા વગેરેમાં વેક્સિન લીધાનું સર્ટી હોય તેને જ પ્રવેશ આપવામાં આવતો હોય છે. આથી ઘણાબધા લોકો વેક્સિન લીધા વિના જ વેક્સિનનું સર્ટી. મેળવી લેતા હોય છે. વેક્સિન નહીં લઈ સર્ટી મેળવવાની કેટલી ગરજ છે તેના પર ભાવ નક્કી થાય છે. આવા એજન્ટો બની ગયેલા એજન્ટો દ્વારા 300 થી 3000 સુધી રૂપિયા પડાવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ વધુ બોગસ રસીકરણ પ્રમાણપત્રના કિસ્સા જોવા મળે છે. જ્યારે શહેરમાંથી પ્રમાણપત્ર મેળવવા વધુ ભાવ લેવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. તેને મદદરૂપ આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓ બને છે. છતાં આરોગ્ય તંત્ર અને તે બાબતે કોઈ જ જાણ નથી. જે ગંભીર બેદરકારી ગણાય.ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય મહિલાએ વેક્સિન લીધી ન હતી. પરંતુ તેણે રૂપિયા આપ્યા તો તેને માલણકા આરોગ્ય કેન્દ્રમાંથી વેક્સિન લીધાનું પ્રમાણપત્ર પણ મળી ગયું. તેને નવાપરા વિસ્તારના યુવાન જે એજન્ટનું કામ કરે છે તેણે અપાવ્યું હોવાનું કહેવાય છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વગર વેક્સિને સર્ટિફિકેટ મેળવવા માટે માઉથ ટુ માઉથ એકબીજા સંપર્ક કરી એજન્ટને આધારકાર્ડ અને મોબાઇલ નંબર આપવાનો અને નક્કી કરેલા રૂપિયા પૈકી અડધા આપી દેવાના ત્યારબાદ આરોગ્ય કેન્દ્રના સાંઠગાઠવાળા કોમ્પ્યુટર ઓપરેટરને મોકલી દે જે નોંધણી કરી મોબાઇલ પર સર્ટિફિકેટનો મેસેજ આપી દે ત્યારબાદ પુરી રકમ આપી દેવાની રહે છે.