Site icon Revoi.in

દેશમાં 12 વર્ષથી વધુ વયના લોકો માટે આવી ગઈ વેક્સિનઃ- ઝાયડસ કેડિલા એ ઈમરજન્સીના ઉપયોગ માટે DGCI પાસે માગી મંજૂરી 

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, જો કે હાલ કોરોનાની બીજી લહેર ઘીમી પડી છે ત્યારે ત્રીજી લહેરને લઈને અનેક નિષ્ણાંતો એ ચિંતા વ્યક્ત કરી છે, અનેક જાણકારોના કહેવા પ્રમાણે ત્રીજી તરંગ બાળકો પર વધુ અસર કરી શકે છે, જેને લઈને બાળકો માટે પણ વેક્સિન લાવવાની પ્રક્રિયા દેશભરમાં તેજ બની છે.બાળકોને ત્રીજી લહેરની બચાવી શકાય અને સુરક્ષિત રાખી શાકય તે માટે વેક્સિન જલ્દી ઉપલબ્ધ થાય તેના અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

બાળકોના ભવિષ્યની ચિંતાને લઈને વેક્સિન નિર્માતાઓ એ બાળકો પરક વેક્સિનનું પરિક્ષમ શરુ કર્યું હતું ત્યારે હવે 12 વરષથી વધુ ઉંમર ધરાવતા લોકો માટે વેક્સિનને લઈને સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે ભારતને કોરોના સામેની જંગી લડતમાં સૌથી મોટું શસ્ત્ર મળી રહ્યું છે. જો બધુ બરાબર જોવા મળશે તો ભારત ટૂંક સમયમાં 12 વર્ષથી ઉપરના બાળકોને રસી આપવાનું  કાર્ય શરૂ કરશે. ઝાયડસ કેડિલાએ 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે તેની ડીએનએ રસીના કટોકટી ઉપયોગ માટે ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ પાસે મંજૂરી માંગી છે.