Site icon Revoi.in

કોરોના મહામારીઃ રસીકરણના 100 કરોડ ડોઝની કેન્દ્ર સરકાર દ્વારા કરાશે વિશેષ ઉજવણી

Social Share

દિલ્હી: કોરોનાની સંભવીત ત્રીજી લહેરને અટકાવવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન કોરોના મહામારીમાં વેક્સિન એકમાત્ર હથિયાર હોવાનું તજજ્ઞ માની રહ્યા છે અત્યાર સુધીમાં દેશમાં 96 કરોડથી વધુ લોકોને કોરોનાના ડોઝ આપવામાં આવ્યા છે તેમજ આ સ્પીડ યથાવત રહેશે તો થોડા દિવસો માં ભારતમાં સો કરોડ લોકોને કોરોનાથી સુરક્ષિત બનાવવા કામગીરી કરી લેવા મા આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે વિશેષ ઉજવણીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ભારતના સો કરોડ નો આંકડો જ્યારે પૂર્ણ થશે ત્યારે તમામ રેલવે સ્ટેશનો એરપોર્ટ બસ સ્ટેન્ડ જેવા સાર્વજનિક જગ્યાઓ પર એકસાથે એનાઉન્સમેન્ટ કરવામાં આવશે આ ઉપરાંત દેશમાં તમામ દરિયાકિનારે અને શિપની અંદર પણ ઉજવણી કરવામાં આવશે.

આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ઉંમર ૧૮ થી ૪૪ વર્ષના ગ્રુપમાં કુલ ટોટલ ૩૮.૯૯ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે ૧૧ કરોડ લોગો ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે આમ 30% યુવાધનને કરોના ની રસી થી સુરક્ષિત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત બાળકો ની રસી માટે પણ હાલ અંતિમ તબક્કામાં પરીક્ષણની કામગીરી ચાલી રહી છે ટૂંક સમયમાં જ બાળકોને પણ રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે બાળકો ની રસીકરણ ને લઈને પણ કેન્દ્ર સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ભારતમાં હાલ કોરોનાની રસી નું ઉત્પાદન વધારવામાં આવ્યું છે આ ઉપરાંત જરૂરિયાતમંદ દેશો ને રસી પાડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે નેપાળ, બાંગ્લાદેશ, ઈરાન જેવા દેશોને ૧૦ લાખથી વધુ કોરોના ડોઝ પુરા પાડવામાં આવ્યાં છે.