ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે વેક્સિન પાસપોર્ટ જારી કરાશે -જાણો શું છે આ વેક્સિન પાસ્પોર્ટ
- ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે વેક્સિન પાસપોર્ટની માંગ
- WHO, WEF અને UNWTO સંસ્થા પાસપોર્ટ પર કરી રહી છે કાર્ય
3સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારીએ હાહાકાર મચાવ્યો હતો, જેના કારણે રોજની જીવશૈલી દરમિયાન ઘણા મોટા બગદલાવો આપણે જોયા, અનવના પરિવર્તનો પણ જોયા ત્યારે હવે ન્યુ નોર્મલ બીજુ એક નવું પરિવર્તન જોવા ણળે તો નવાઈ નહી હોય .જી હા આ નવા પરિવર્તન બાબતે વેક્સિન પાસપોર્ટ જારી કરવામાં આવનાર છે.
વેક્સિન પોસપોર્ટ માટે WHO અને WEF જેવી સંસ્થાઓ સંકામ કરી રહી છે. જો કે, કોરોના વાઇરસના કારણે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને ખૂબજ માઠઈ અસર પડી છે, લોકો ઘણી જગ્યાઓએ ફરવા જતા પહેલા વિચારી રહ્યા છે હાલ પણ ક્યાક લોકોના મનમાં કોરોના બાબતે ડર જોવા ણળી જ રહ્યો છે,ત્યારે હવે આ ખાસ બાબતને ધ્યાનમાં રાખીને , વેક્સિન પાસપોર્ટ બનાવવામા પર ભાર મૂકાઈ રહ્યો છે.
કોરોના મહામારીને જોતાઅનેક દેશોએ આંતરરાષ્ટ્રીય ટુરિઝમ પર પ્રતિબંધ લાગૂ કર્યા છે. તેમજ કેટલાક દેશોએ ઇન્ટરનેશનલ ટ્રાવેલરને પણ બેન કર્યા છે. જેથી કોરોના સંક્રમણ ફેલાવતા અટકાવી શકાય, જો કે આ પગલું ભરવાના કારણે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી પ્રભાવિત થઈ રહી છે, આ મુદ્દા પર ખાસ ધ્યાન આપીને હવે WHO અને WEF જેવા સંગઠન વેક્સિન પાસપોર્ટ પર કામ કરી રહ્યા છે. જે એક યુનિવર્સલ પાસપોર્ટ હશે. જ્યારે, યૂનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગનાઇઝેશન એ વિશ્વભરના દેશોને વેક્સિન પાસપોર્ટ લાગુ કરવાની ભલામણ કરી છે.
તાજેતરમાં UNWTO અને ગ્લોબલ ટૂરિઝમ ક્રાઇસિસ કમિટીની સ્પેનમા બેઠક થઈ હતી. જેમા નિર્ણય લેવાયો છે કે વેક્સિન પાસપોર્ટને જરૂરી ટ્રાવેલ ડોક્યુમેન્ટસમા સમાવેશ કરવામા આવે. UNWTOના વેક્સિન જણાવ્યા પ્રમાણે વેક્સિન લગાવવાની સાથે જ લોકોને સર્ટિફિકેટ આપવામા આવશે.
જાણો વેક્સિન પાસપોર્ટ ખરેખર શું છે
આંતરરાષ્ટ્રીય મુસાફરી કરનારાને કેટલાક દેશોએ તમામ નિયમોનુ પાલન કરીને યાત્રા કરવાની મંજુરી આપી છે. જેમા ટુરિસ્ટે 14 દિવસ ક્વોરન્ટાઇન રહેવાનો પણ નિયમ છે, જોકે આ બાબતના કારણે લોકો મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે, પરિણામે તેમી મોઠી અસર પર્યટન ઉદ્યોગ પર પડી રહી છે.
ત્યારે હવે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આ વેક્સિન પાસપોર્ટ શરુ કરવાની માંગમી થઈ છે,જેમાં વેક્સિન પાસપોર્ટથી જાણકારી મળી શકે છે કે, પ્રવાસ કરનારે વેક્સિન લીધી છે કે નહીં. આ પાસપોર્ટ ફક્ત વેક્સિન લગાવનાર વ્યક્તિને જ આપવામાં આવશે.
સાહિન-