દિલ્હી સ્થિત એઈમ્સમાં બાળકો પર વેક્સિનના પરિક્ષણનો આરંભઃ 2 થી 6 વર્ષના બાળકોને સ્ક્રિનિંગ બાદ આપવામાં આવ્યો પ્રથમ ડોઝ
- દિલ્હીની આઈમ્સમાં બાળકો પર વેક્સિનના પરિક્ષણનો આરંભ
- 2 થી 6 વર્ષના બાળકોને અપાયો પ્રથમ ડોઝ
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી તરંગ દરમિયાન રસીકરણને વેગ આપવામાં આવ્યો ત્યાર બાદ દેશમાં ત્રીજી લહેરને લઈને ચિંતા જોવા મળી હતી, અનેક નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ ત્રીજી લહેર બાળકોને વધુ પ્રભાવિત કરી શકે છે, આ સ્થિતિ વચ્ચે બાળકોના ભવિષ્યની ચિંતા કરીને અનેક વેક્સિન નિર્માતા કંપનીઓ એ બાળકો માટે વેક્સિનની પ્રક્રિયા તેજ કરી હતી, ત્યારે હવે બાળકો પર વેક્સિનનું પરિક્ષણ પણ શરુ કરવામાં આવી ચૂક્યું છે.
દિલ્હી સ્થિત એઇમ્સમાં બાળકોને રસીકરણ માટેની પરીક્ષણ પ્રક્રિયા ચાલુ છે. દજેમાં 2-6 વર્ષની વય ધરાવતા બાળકોની સ્ક્રીનીંગ કરવામાં આવતા તેઓ તંદુરસ્ત જણાયા બાદ તે બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવમાં આવ્યો છે. એઈમ્સ કમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રોફેસર સંજ ડો.રાયે જણાવ્યું હતું કે 2 થી 6 વર્ષના બાળકો જે સ્ક્રિનિંગમાં સ્વસ્થ જોવા મળ્યા હતા તેઓને ને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે
ઉલ્લખેનીય છે કે, 6 થી 18 વર્ષની વય જૂથનાં બાળકોની સ્ક્રીનીંગ એઇમ્સમાં થઈ ચૂકી છે. જેમાં તંદુરસ્ત બાળકોને રસીની માત્રા પહેલેથી આપવામાં આવી ચૂકી હતી. આ બાળકોને હવે 28 દિવસ પછી બીજી માત્રા આપવામાં આવશે. બાળકોના રસીકરણ પરીક્ષણની પ્રક્રિયાને ત્રણ જુદા જુદા ભાગોમાં વહેંચવામાં આવી છે. જેમાં 12 થી 18 વર્ષ, 6 થી 12 વર્ષ અને બેથી છ વર્ષની વયના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશભરની ઘણી હોસ્પિટલોમાં, આ ક્લિનિકલ ટ્રાયલ બે થી 18 વર્ષની વયના 525 બાળકો પર કરવામાં આવી રહી છે.