- ભારત બાયોટેકની વેક્સિનનો બીજો-ત્રીજો તબક્કો રૂર્ણ
- બાળકો માટે જલ્દીથી આવી શકે છે વેક્સિન
દિલ્હીઃ- દેશમાં કોરોના મહામારી સામે રક્ષણ માટે વેક્સિનેશન ખૂબ મહત્વનો ભાગ છે, દેશમાં મોટાપાયે વેક્સિનેશનની પ્રક્રિયા હાધ ધરવામાં આવી છે ત્યારે હવે બાળકોને કોરોનાથી રક્ષણ માટે પણ વેક્સિન પર કાર્ય થી રહ્યું છે, ત્યારે હવે દેશમાં બાળકો માટે કોરોના વાયરસની રસી ટૂંક સમયમાં આવી શકે છે.
વિતેલા દિવસને મંગળવારે, ભારત બાયોટેકે વેક્સિન મામલે જણાવ્યું કે, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર ઉપયોગ માટે કંપનીની કોવિડ-વિરોધી વેક્સિન કોવેક્સિનનો બીદો અને ત્રીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને આવતા અઠવાડિયા સુધીમાં ભારતના ડ્રગ કંટ્રોલર જનરલને ડેટા સોંપવામાં આવશે.
ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણા એલ્લાએ જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં કોવેક્સિનનું ઉત્પાદન 5.5 કરોડ ડોઝ સુધી પહોંચશે, જે સપ્ટેમ્બરમાં 3.5 કરોડ હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે કંપનીની કોવિડ -19 ઈન્ટ્રાનેઝલ વેક્સીનનું બીજા તબક્કાનું પરિક્ણ પર આવતા મહિના સુધીમાં પૂર્મ થઈ જશે
આ સાથે જ તેમણે કહ્યું હતું કે, બાળકોની રસીઓના બીજા-ત્રીજા તબક્કાના ટ્રાયલ પૂર્ણ થઈ ગયા છે. ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. અમે આગામી સપ્તાહ સુધીમાં ડેટા નિયમનકારને સોંપીશું. સ્વયંસેવકોની સંખ્યા લગભગ એક હજાર છે. તેમણે કહ્યું કે ઇન્ટ્રાનેઝલ રસી નાકમાં જ રોગપ્રતિકારક પ્રતિભાવ મેળવી શકે છે જે કોરોના વાયરસનું પ્રવેશદ્વાર છે અને આમ આ વેક્સિન રોગ, સંક્રમણ અને ટ્રાન્સમિશન સામે રક્ષણ પૂરું પાડે છે.ત્યારે ગવે કોરોનાની લડતમાં બાયવકોને પમ સુરક્ષિત કરવાની તૈયારીઓ અંકમાં જોવા મળી રહી છે જો બધુ બરાબર રહેશે તો એક મહિનામાં બાળકો માટે વેક્સિન ઉપલબ્ધ કરાવાશે.