- 18-44 વર્ષના લોકોને પણ મળશે હવે વેક્સીન
- પ્રથમ દિવસે જ મળી આટલા લોકોને વેક્સીન
- ગુજરાતમાં 55000 લોકોએ લીધી વેક્સીન
દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે, 18–44 વર્ષની વયના 84,599 લાભાર્થીઓને 1 મેના રોજ કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. ભારતમાં 18-45 વર્ષની વયના લોકો માટે કોવિડ -19 રસીકરણ અભિયાનનો ત્રીજો તબક્કો શનિવારથી ભારતમાં શરૂ થયો હતો. જોકે રસીના અભાવને કારણે કેટલાક રાજ્યોમાં રસીકરણ પ્રક્રિયા શરૂ થઈ શકી નથી.
ઝારખંડ સરકારે રસી ન આપવા બદલ કેન્દ્રીય અધિકૃત સંગઠનોને દોષી ઠેરવતા કહ્યું હતું કે, રાજ્યમાં રસી આવ્યા પછી તે રસીકરણ માટે નવી તારીખની જાહેરાત કરશે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે, તેમણે ઓછામાં ઓછા 50 લાખ રસી પૂરવણીઓની પ્રાપ્તિ માટે કેન્દ્રના હસ્તક્ષેપની માંગ કરી છે.
ગુજરાત સરકારે જણાવ્યું હતું કે,કોવિડ -19 વિરોધી રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કા હેઠળ શનિવારે રાજ્યના 10 જિલ્લાઓમાં 18 થી 44 વર્ષની વય જૂથના 55,000 થી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. રાજ્ય સરકારે કહ્યું કે,આ ઝુંબેશ અંતર્ગત નવ રાજ્યોમાં 18 થી 44 વર્ષ જૂથના લોકોને રસીના 80,000 ડોઝ આપવામાં આવ્યા હતા,જેમાં એકલા ગુજરાતમાં 55,235 ડોઝ આપવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારે દિવસ દરમિયાન નવા અગ્રતા જૂથમાં 60,000 લોકોને રસી આપવાની વ્યવસ્થા કરી હતી. ગુજરાતમાં રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત દસ જિલ્લાઓમાં 18 વર્ષથી વધુ વયના લોકોને રસીકરણ માટે ત્રીજા તબક્કાના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે.