Site icon Revoi.in

વડનગરના ખેડૂતોને મળશે એપીએમસી, એક મહિનામાં કરાશે નવીનીકરણ

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરના ખેડૂતોને હવે નજીકમાં એપીએમસીનો લાભ મળશે. વડનગરમાં બંધ પડેલા એપીએમસીનું આગામી એક મહિનામાં નવીનીકરણ કરવામાં આવશે. એપીએમસી માર્કેટયાર્ડ જે જગ્યા ઉપર બન્યું હતું તેનું એનએ થયું ન હતું. જો કે, રાજ્ય સરકાર દ્વારા આ જગ્યાને એનએ પરવાનગી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણાના વડનગરમાં વર્ષ 1965થી એપીએમસી માર્કેટયાર્ડ કાર્યરત હતું. જો કે, વિવાદોને કારણે આ એપીએમસી બંધ કરવામાં આવ્યું હતું. કેટલાક વિવાદોને કારણે આ એપીએમસી બંધ હાલતમાં હતું. જો કે, વર્ષ 2017માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એપીએમસી ફરીથી શરૂ કરવા માટે દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. હવે આગામી એક મહિનામાં અહીં નવીન એપીએમસી માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. અહીં એપીએમસી માર્કેટ શરૂ થયા બાદ વડનગર અને તેની આસપાસના ગામના ખેડૂતોને વધારે સુવિધાઓ મળી રહેશે.