Site icon Revoi.in

વડોદરાઃ એક કંપનીમાં બોઈલર ફાટતા સર્જાયેલી દૂર્ઘટનામાં 4ના મોત

Social Share

અમદાવાદઃ પંચમહાલમાં એક કંપનીમાં આગ લાગવાની ઘટનામાં 6 જેટલા વ્યક્તિઓના મોતની ઘટના હજુ ભુલાઈ નથી. દરમિયાન વડોદરાના વડસર બ્રિજ નજીક આવેલી એક કંપનીમાં બોઈલર ફાટતા ચાર વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળે છે. એક મહિલા અને ચાર વર્ષની દીકરીનો મૃતકોમાં સમાવેશ થાય છે. નવ જેટલા કર્મચારીઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ઓવર હિટીંગના કારણે બોઈલર ફાટ્યું હોવાનું મનાઈ રહ્યું છે. બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા તપાસનો ધમધમાટ તેજ કરાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી એક કંપનીમાં બોઈલર ફાટવાની ઘટના બની છે. બોઈલર ફાટતાં કંપનીમાં કામ કરતા અનેક કર્મચારીઓ દાઝ્યા છે. તમામ કર્મચારીઓને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટના બાદ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી. બોઈલર ફાટતા થયેલા બ્લાસ્ટને પગલે બાજુની કંપનીની દિવસ પણ ધરાશાયી થઈ હતી. બ્લાસ્ટની ઘટનામાં નાના બાળકો પણ દાઝ્યા છે. આ બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે, આસપાસની દીવાલ પણ ધરાશયી થઈ ગઈ છે. કંપની પાસેની દીવાલો તૂટી પડી હતી, તો નજીકના ઘરનો સામાન પણ વેરવિખેર થઈ ગયો હતો. આસપાસના દોઢ કિમી સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા.

ફાયર સ્ટેશન અધિકારી નિકુંજ આઝાદે જણાવ્યું કે, કંપની દ્વારા ગેરકાયદે રીતે બોઇલરની બાજુમાં ઘરો બનાવવામાં આવ્યા હતા. આ ઘરોમાં કામદારો અને તેમના પરિવાર રહે છે. બોઇલર વધુ ગરમ થતાં અને પ્રોપર મેઇન્ટન ન થતાં ફાટ્યા હોવાનું અનુમાન છે. હાલ કંપનીનું જી.ઈ.બી નું કલેક્શન કાપી નાખવામાં આવ્યું છે. આ બનાવમાં એક બાળકી અને મહિલા સહિત ચાર વ્યક્તિના મોત થયાં છે. જ્યારે નવ વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં છે.