અમદાવાદઃ વડોદરા ખાતે રેલ્વે પરિસરમાંથી કોઈ ને કોઈ રીતે બચાવી લેવામાં આવેલા બાળકોને તેમના પરિવારો સાથે પુનઃમિલન કરાવવા માટે આર.પી.એફ.દ્વારા અનોખી પહેલ કરવામાં આવી રહી છે. આ આંદોલન અંતર્ગત રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા રેલ્વે સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવતી હોય છે.આ અભિયાનની શરૂઆત 2022 થી શરૂ કરવામાં આવી હતી.જેમાં પોતાના માતાપિતાથી વિખુટા પડી ગયેલા બાળકોને એમના માતાપિતા સુધી પહોંચાડવાનું માનવતાભર્યું કામ આપણી આર. પી. એફ. ટીમ અન્ય એન. જી. ઓ. અને ચાઈલ્ડ હેલ્પ લાઈનની મદદથી કરી રહી છે.
આર.પી.એફ.ને રેલવે મુસાફરો અને તેમના સામાન તેમજ પેસેન્જર વિસ્તારની સુરક્ષાની જવાબદારી પણ હોય છે. રેલ્વે પ્રોટેક્શન ફોર્સ રેલ્વે મુસાફરોની સુરક્ષામાં ગુનેગારો સામે સતત પ્રયત્નશીલ રહેતી હોય છે, મહિલાઓ અને બાળકોની હેરફેર અટકાવવા માટે સતર્ક હોય છે અને રેલ્વે વિસ્તારોમાં જોવા મળતા નિરાધાર બાળકોના પુનર્વસન માટે પણ યોગ્ય કાર્યવાહી કરતી રહે છે. RPF એ રેલ્વે પરિસરમાંથી બચાવેલા બાળકોને તેમના પરિવારો સાથે પુનઃમિલન કરાવવા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. ભારતીય રેલ્વેની સત્તાવાર વેબસાઇટ પર આવા બચાવી લેવાયેલા બાળકોના પરિવારજનો અને સંબંધીઓને ટ્રેસ કરવા અને ટ્રેક કરવા માટે એક લિંક બનાવવામાં આવી છે. ઉપરાંત દરેક રેલવે સ્ટેશન પર એક ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક મૂકવામાં આવ્યું છે જેનો હેલ્પલાઇન નંબર 1098 છે. આ ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક પણ આ અનોખા અભિયાનમાં જોડાયેલું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બાળકોના માતાપિતા જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી તેઓ એન. જી. ઓ. અને ચાઈલ્ડ હેલ્પ લાઈનને સોંપી દઈએ છીએ. એ આવાં બાળકોને હોસ્ટેલમાં રાખે છે અને એમને રહેવા, ખાવા, પીવા, પહેરવા ઉપરાંત એમને આગળ જતા જરૂર પડી શકે એવી વિવિધ પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે.બાળકોના લાભ અને કલ્યાણ માટે આ બચાવેલા બાળકોની માહિતી અને વિગતો ટ્રેક ચાઈલ્ડ પોર્ટલ-3.0 પર અપલોડ કરવામાં આવી છે અને તેની લિંક ભારતીય રેલ્વેની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.