અમદાવાદઃ યુથ 20 કોન્ફરન્સમાં આજે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જળવાયુ પરિવર્તનના પડકારોનો સામનો કરવા વિવિધ રીતોની વિચારણા કરવામાં આવી છે. યુવા બાબતોના મંત્રાલય, ભારત સરકાર દ્વારા, જી 20 રાષ્ટ્રોના પ્રતિનિધિઓ સહિત 62 દેશોના 600થી વધુ પ્રતિનિધિઓએ તેમના અનુભવો અને પરામર્શ મીટમાં હવામાન પરિવર્તન અને આપત્તિ-જોખમ ઘટાડાને લગતી શ્રેષ્ઠ પદ્ધતિઓ શેર કરી. દિવસભરની આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન વડોદરાના માનનીય ધારાસભ્ય અને મેયર કેયુર રોકડિયા અને વડોદરાના મેયર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે માહિતી આપી કે ગુજરાત દેશમાં સૌર ઊર્જાનું સૌથી મોટું ઉત્પાદક છે અને વડોદરા શહેરમાં ગુજરાતમાં સૌથી વધુ સોલાર રૂફટોપ છે. તેમણે યુવાનોને ધરતીના ટકાઉ વિકાસ માટે એક્શન પ્લાનની શોધખોળ કરવાની રીતનું નેતૃત્વ કરવા વિનંતી કરી. યુવા બાબતોના મંત્રાલયના સેક્રેટરી સુશ્રી મીતા રાજીવલોચને ભારતના ભવ્ય ઇતિહાસને યાદ કર્યો અને કહ્યું હતું કે દેશના યુવા નેતૃત્વને કારણે તે શક્ય છે. તેમણે કહ્યું, “યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં અને ભારત જી20 પ્રેસિડન્સી હેઠળની નિર્ણાયક ભૂમિકા ભજવે છે, વાય20નું મંચ યુવાનોને જળવાયુ પરિવર્તનના સમાધાનને શોધવાની રીતો બનાવવાની અને સર્જવાની તક આપશે.”
આબોહવા પરિવર્તનથી સંબંધિત સંશોધન, નવીનતા અને સ્ટાર્ટ-અપના સત્ર દરમિયાન, સાયન્ટિસ્ટ, સીએસઆઈઆર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ડો. શિલ્પી કુશવાહાએ કહ્યું, “પૃથ્વીના વાતાવરણમાં બદલાવ માટેનું કારણ શું છે અને આપણા સમાજ અને અર્થવ્યવસ્થાને અસર કરતી નિર્ણાયક પ્રભાવો શું છે તેનો અભ્યાસ ચાવીરૂપ બની રહેશે.” કારવાં વર્ગખંડ ફાઉન્ડેશન અને રિયા ઓપીસી પ્રા.લિ., ફાઉન્ડર ડિરેક્ટર, કુ. રાજેશ્વરીસિંહે પ્લાસ્ટિકના જોખમો તરફ ધ્યાન દોર્યું. તેણીએ કહ્યું કે “જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીએ છીએ, ત્યારે આપણને ખ્યાલ નથી હોતો કે આપણા સંતોષની 5 મિનિટ, આપણને આવનારા 500 વર્ષો સુધી પર્યાવરણની અધોગતિ આપી રહ્યા છીએ. સમાજ તરીકે આપણી સાથેની આ સમસ્યા છે.” ગૂગલ બોય શ્રી કૌટિલ્ય પંડિત, જળવાયુ પરિવર્તન સામે લડવામાં વ્યક્તિઓની નોંધપાત્ર ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે કહ્યું કે પર્યાવરણીય સંકટ આપણા હાથ પર છે અને યુદ્ધના ધોરણે નક્કર પગલાં લેવાય એ આજની તાતી જરૂરિયાત છે. પરિષદની સાથે જળવાયુ પરિવર્તન અંગેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમાં એમએસ યુનિવર્સિટીના યુવા માનસના કેટલાક સ્ટાર્ટઅપ વિચારો પણ પ્રદર્શિત કરાયા હતા. ભારતની વિવિધતા દર્શાવતું સાંસ્કૃતિક પર્ફોર્મન્સ પરિષદના સમાપન પર રજૂ કરવામાં આવી હતી.