અમદાવાદઃ વડોદરાના સાવલી GIDCમાં આવેલા ટ્રિનિટી એનર્જિ સિસ્ટમ પ્રા.લિ કંપનીમાં ભારતીય માનક બ્યુરોના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. માન્ય લાયસન્સ લીધા વગર ISI માર્ક વિના A.C સિસ્ટમનું સ્વ-સમાયેલ પ્રકાર શન્ટ કેપેસિટર વાપરતા યુનિટ પર ભારતીય માનક બ્યુરોએ કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન કંપનીમાંથી ISI માર્ક વગર લગભગ 24 નંગ A.C જપ્ત કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે ઇલેક્ટ્રિકલ કેપેસીટર્સ(ગૂણવત્તા નિયંત્રણ) ઓર્ડર-2017 મુજબ, IS-13340-1 હેઠળ આવતા તમામ પ્રકારના A.C સિસ્ટમનું સ્વ-સમાયેલ પ્રકાર શન્ટ કેપેસિટર ISI માર્ક ફરજિયાત બનાવવામાં આવ્યો છે. એટલે કે કોઈપણ ઉત્પાદક અથવા વેપારી વિના ISI માર્ક લગાવેલ A.C સિસ્ટમનું સ્વ-સમાયેલ પ્રકાર શન્ટ કેપેસિટરનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં આવું કરનારનાં વિરુધ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ-2016ના અનુચ્છેદ-17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ.2 લાખનો આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.
બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યૂરો સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરપિંડી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબધ દરોડા કરતી હોય છે.