વડોદરાઃ ખ્રિસ્તી સંસ્થા બાળકોનું ધર્મ પરિવર્તન કરાવતી હોવાનો ઘટસ્ફોટ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ધર્મ પરિવર્તનની ઘટનામાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાતના ભરૂચમાં અનેક લોકોના ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બનાવવામાં આવ્યાં હોવાની ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાં હવે વડોદરામાં ધર્મ પરિવર્તનની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બાળકો માટે કાર્યરત ખ્રિસ્તી સંસ્થા વિરુદ્ધ ધર્મ પરિવર્તનનો ગુનો દાખવ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ સંસ્થામાં રાષ્ટ્રીય બાળ આયોગ દ્વારા સંસ્થાનું ઇન્સ્પેકશન કરાયું હતું. જેમાં શંકાસ્પદ પ્રવૃતિ થતી હોાવની શંકા દર્શાવતો રીપોર્ટ કરાયો હતો જેને પગલે કલેકટરની સુચનાથી સમાજ કલ્યાણ અધિકારીએ ફરીયાદ નોંધાવતા મકરપુરા પોલીસે ધર્મ સ્વાતંત્ર્ય કાયદા હેઠળ ગુનો નોંધ્યો હતો. હિન્દુ બાળાઓના નામે બાઇબલ ઇસ્યુ થયાનું ખુલ્યુ હોવાનું જાણવા મળે છે. બે મહિના પૂર્વે બાળ અયોગે તપાસ યોજી હતી અને તેનો રીપોર્ટ આવ્યો હતો તેમાં શંકાસ્પદ પ્રવૃતિનો નિર્દેશ કરાયો છે. સંસ્થામાં રહેતી બાળાઓને ગળામાં ‘ક્રોસ’ પહેરાવાતું હોવાનું પણ બહાર આવ્યું હતું.
(Photo-File)