Site icon Revoi.in

વડોદરાઃ વાલીઓમાં ખાનગી સ્કૂલનો મોહ ભંગ, 5305 વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં લીધો પ્રવેશ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી સ્કુલોની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ ખાનગી સ્કૂલોના સંચાલકોની ફી મુદ્દે મનમાનીને પગલે વાલીઓમાં નારાજગી ફેલાઈ છે. એટલું જ નહીં હવે વાલીઓને ખાનગી સ્કૂલનો મોહ ઓછો થયો હોય તેમ હવે સંતાનોને સરકારી સ્કૂલમાં પ્રવેશ લઈ રહ્યાં છે. દરમિયાન વડોદરામાં ચાવુ વર્ષે 5300થી વધારે વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી સ્કૂલમાં પ્રવેશ લીધો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં 2017-18માં માત્ર 417 વિદ્યાર્થીઓએ સરકારીમાં પ્રવેશ લીધો હતો ત્યારે ચાલુ વર્ષે 5305 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. અગાઉના વર્ષે કરતા શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશનો રેકોર્ટ તૂટ્યો છે. એટલું જ નહીં ધોરણ 1માં પણ પ્રવેશ લેનાર બાળકોની સંખ્યમાં વધારો થયો છે. ખાનગી શાળાના સંચાલકો ઉંચી ફી વસુલે છે અને અવાર નવાર સંચાલકોની મનમાની સામે આવતી હોય છે ત્યારે હવે વાલીઓ પોતાના બાળકો માટે ખાનગી નહી પરતું સરકારી શાળાઓ પસંદ કરી રહ્યા છે.

વડોદરા ઉપરાંત અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં પણ મોટી સંખ્યામાં બાળકો ખાનગી સ્કૂલ છોડીને સરકારી સ્કૂલમાં પ્રવેશ લીધો છે. બીજી તરફ છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી સ્કૂલમાં શિક્ષણના સ્તરમાં સુધારો કરવા માટે શિક્ષણ વિભાગ પ્રયાસ કરું છું.