વડોદરાઃ ખાનગી કંપનીની આડમાં ચાલતું માનવ તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ
નવી દિલ્હીઃ વડોદરાના સુભાનપુરા સ્થિત વિશ્વમોહિની કોમ્પલેક્ષમાં આવેલ યુ.ઇ.એસ. ઓફિસમાં એન.આઈ.એ. અને ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડીને સંચાલક સામે માનવ તસ્કરીનો ગુનો નોંધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કામોનીના એમ.ડી મનીષ હિંગુને કોર્ટમાં રજૂ કરી સમગ્ર મામલે વધુ તપાસ માટે સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલું યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસના એમ.ડી. મનીષ હિંગુ, એજન્ટ ક્રિષ્ણા પાઠક અને કંબોડિયાના એજન્ટ વિક્કીએ UES JOBSI નામના વોટ્સએપ ગૃપના માધ્યમથી યુવકનો સંપર્ક કરીને તેમને નોકરી અપાવતા હતા. યુવાનોને નોકરી માટે વિયેતનામ મોકલી, ત્યાંથી કમ્બોડીયા લઇ જઇ બળજબરીથી રૂપીયા પડાવતા હોવાનો કિસ્સો બહાર આવ્યો હતો.
ઓરિસ્સાના વતની દિનબંધુ શાહુને રૂ. 1.5 લાખ લઈને વિયેતનામનીમાં ડેલ્ટા નામની કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી કરવા મોકલ્યા હતા. ત્યાંથી કંમ્બોડીયા ખાતે અન્ય કંપનીમાં મોકલ્યો હતો. જ્યાં ફોન કોલ કરીને લોકોને ફસાવી નાણાં પડાવવાનું કામ હતું. ફરિયાદી નોકરી કરવા માંગતા ન હોઈ તેઓ પરત ભારત આવવા માંગતા હતા, ત્યારે પાસપોર્ટ લઈ લીધો હતો અને ફરિયાદીને 34 દિવસ ગોંધી રાખીને ત્રાસ ગુજારીને 2000 ડોલર બળજબરીથી કઢાવી લીધા હતા. જેથી ફરિયાદીએ ઇ મેઈલ થકી સીપીને તેની સાથે થયેલ છેતરપિંડીની જાણ કરી હતી અને આ માનવ તસ્કરીનું કૌભાંડ બહાર આવ્યું હતું.