અમદાવાદઃ રાજ્યના પશુપાલન વિભાગે પશુ આરોગ્યની રક્ષા માટે GVKEMRI ના સહયોગથી 108 જેવી સેવાઓ આપતાં ફરતા પશુ દવાખાના સમગ્ર રાજ્યમાં ચાલુ કર્યા છે. એક મોબાઈલ એનિમલ ડિસ્પેન્સરી સાથે 10 ગામ જોડવામાં આવ્યા છે જેની નિર્ધારિત સમય પ્રમાણે મુલાકાત લઈને આ દવાખાના પશુ આરોગ્ય રક્ષાની સેવા વિનામૂલ્યે આપે છે.
વડોદરા જિલ્લામા પશુઓની જીવાદોરી સમાન ફરતા પશુ દવાખાનાને (મોબાઈલ વેટરનરી ડીસ્પેન્સરી) 2 વર્ષ પૂર્ણ થયા છે. આ બે વર્ષ દરમિયાન અબોલ એવા 1,07,418 પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે.
વડોદરા જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા જૂન – 2020 ના રોજ 17 ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવ્યા હતા.આ સેવા શરૂ થયાના બે વર્ષ દરમિયાન કુલ 1,07,418 પશુઓની સારવાર કરવામાં આવી હતી, જેમાં 1,03,109 શિડ્યૂલ દરમિયાન અને કટોકટીમાં 4309 પશુની સારવાર કરવામાં આવી હતી.
વડોદરા જિલ્લામાં વડોદરા તાલુકામાં નંદેસરી, સિંધરોટ, પાદરામાં મુવાલ, સરસવણી કરજણમાં કણભા, કરમડી, શિનોરમાં આનંદી, વાણીયાદ, ડભોઇમાં કરનાળી, સીમલીયા, વાઘોડિયામાં અમરેશ્વર, રાજપુરા, સાવલીમાં વેમાર, ચાંપાનેર અને ડેસર તાલુકામાં વલાવાવ અને વરસડા સહિત 17 ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવ્યા છે.