Site icon Revoi.in

વડોદરાઃ કરૂણા એમ્બ્યુલન્સે 5 વર્ષમાં 31495 અબોલ પશુઓનો જીવ બચાવ્યો

Social Share

અમદાવાદઃ રાજ્ય સરકારે અબોલ પશુઓની સેવા સારવાર માટે કરુણા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી હતી. જેને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. કરુણા એમ્બ્યુલન્સ વડોદરા જિલ્લાના શહેરી વિસ્તારો માટે આરોગ્ય સંજીવની સમાન જડિબુટ્ટી સાબિત થઈ રહી છે.  GVK EMRI ની કરુણા એમ્બ્યુલન્સ 1962  સેવાને સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષ પૂર્ણ થયા છે. આ પાંચ વર્ષમાં વડોદરા જિલ્લામાં અબોલ, બિનવારસી અને નિરાધાર એવા 31495 પશુ પક્ષીઓની નિઃશુલ્ક સારવાર કરી અમૂલ્ય જીવ બચાવવામાં આવ્યા હતા.

વડોદરા શહેરમાં રાજ્ય સરકાર દ્વારા બે કરુણા એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. શહેરના ભૂતડી ઝાંપા પશુ દવાખાને બંને કરુણા એમ્બ્યુલન્સના વેટરનરી ડો. અનસૂલ અને ડો. ચિરાગ સાથે તેમના પાયલોટ ધર્મેન્દ્રભાઈ અને જયેશભાઇ મળીને તાલુકાના સરકારી ડો. હર્ષ ઠાકર સાથે રહીને પાંચ વર્ષ પુરા થયાની ઉજવણી કરવામાં આવી હતી.

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વડોદરાના શહેરી  વિસ્તારોમાં 25499 શ્વાન, 2623 ગાય, 2566 બિલાડી, 755 કબૂતર, 7 મોર અને અન્ય પશુ-પક્ષીઓની સારવાર કરી હતી. આ પાંચ વર્ષ દરમિયાન વડોદરા ના શહેરી વિસ્તારોમાં રોગ  એકસિડેન્ટ- 2672, ઘવાયેલ- 7556, ડોગ બાઈટ- 1199, ડરમિટાઇસ- 1794, લેમનેસના 1319 કેસોમાં સારવાર આપવામાં આવી હોવાનું કરુણા એમ્બ્યુલન્સ 1962ના કો ઓર્ડીનેટર જૈમિન દવેએ જણાવ્યું હતું.

(PHOTO-FILE)