- 2જી નવેમ્બરે બેસતા વર્ષની ઊજવણી કરાશે,
- દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે પડતર દિવસ રહેશે,
- દિવાળીના દિને રાત્રે 9 વાગ્યા સુધી ચોપડા પૂજન કરી શકાશે
અમદાવાદઃ દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. તા.28મી ઓક્ટોબરથી એટલે કે વાઘબારસથી દિવાળી પર્વની દીપમાળાનો પ્રારંભ થશે, જ્યારે 29મી ઓક્ટોબરે સવારે 10.30 ધનતેરસ અને 31મી ઓક્ટોબરે બપોરે 3.53 દિવાળીની શરૂ થશે, જોકે તારીખ 1 નવેમ્બરે સાંજે 6.18 કલાકે કારતક સુદ એકમ શરૂ થવાથી હિન્દુ પંચાંગ અનુસાર 2 નવેમ્બરની ઉદિત તિથિ એકમ હોવાના કારણે બેસતાં વર્ષની ઉજવણી બીજી નવેમ્બરના રોજ થશે. અગાઉ વર્ષ 2022માં પણ દિવાળી અને બેસતાં વર્ષના વચ્ચે પડતર દિવસ આવ્યો હતો. આ વર્ષે પણ દિવાળીના તહેવારોની ઉજવણી 28થી 6 તારીખ સુધી થશે.
કર્મકાંડી પંડિતોના કહેવા મુજબ 28મી ઓક્ટોબરના રોજ વાઘબારસ છે. જ્યારે 29મી ઓક્ટોબરે સવારે 10.30 ધનતેરસના પર્વનો પ્રારંભ થશે. તા. 30 ઓક્ટોબરે કાળી ચૌદસ બપોરના 13:16 કલાકેથી શરૂ થશે, જે બીજે દિવસે શુક્રવારે બપોરે 15:53 કલાક સુધી રહેશે. હિન્દુ પંચાંગ અનુસાર કાળી ચૌદસ તા.30ના સંધ્યા સમય પછી મોડી રાત સુધી મનાવાશે. હિન્દુ પંચાંગ અનુસાર કાળી ચૌદસ તા.30 સંધ્યા સમય પછી મોડી રાત સુધી મનાવાશે.આ દિવસે હનુમાન પૂજા, ભૈરવ પૂજા, મહાકાળી સાધના, યંત્ર/તંત્ર પૂજા, તાંત્રિક વિધિ કરવામાં આવશે. જ્યારે 31મી ઓક્ટોબરે બપોરે 3.53 દિવાળીના પર્વનો પ્રારંભ થશે. દિવાળીના દિને બપોરે 4.37 વાગ્યાથી 6.01 વાગ્યા સુધી શુભ ચોઘડિયાં, રાત્રે 9 વાગ્યા સુધી ચોપડા પૂજન કરી શકાશે
તા. 2જી નવેમ્બરે બેસતાં વર્ષનો પ્રારંભ થશે. શુભ ચોઘડિયા સવારે 08.09થી 09.34 (શુભ) બપોરે 12.23થી 13.47 (ચલ) બપોરે 13.47થી 15.11 (લાભ) બપોરે 15.11થી 16.34 (અમૃત) સાંજે 18.00થી 19.36 રાત્રે 21.12થી 22.47 શુભ રહેશે.