Site icon Revoi.in

ભારે વરસાદના કહેરને જોતા ફરીથી વૈષ્ણોદેવીની યાત્રા રોકી દેવામાં આવી

Social Share

દિલ્હીઃ- પહાડી રાજ્યોમાં ભારે વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણવદેવી યાત્રા પર હવે વરસાદનું સંકટ વર્તાયું છે.ગઈકાલે ફરીથી શરુ કરવામાં આવેલી યાત્રા ફરી રોકી દેવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના શ્રાઈન બોર્ડે સાવચેતીના પગલા તરીકે શ્રદ્ધાળુઓને રોકાવાનો આદેશ જારી કર્યો છે

 અગાઉના દિવસે પણ શનિવારે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરા શહેરમાં માતા વૈષ્ણો દેવી મંદિરની નજીક, ભારે વરસાદને કારણે યાત્રા રોકવાની ફરજ પડી હતી.આ સાથે જ બપોર બાદ સ્થિતિ કાબૂમાં આવતાં આ યાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી. 

માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના સીઈઓએ  પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સીઈઓ અંશુલ ગર્ગે જણાવ્યું હતું કે યાત્રાના ટ્રેક પર પાણી નથી. જોકે, સાવચેતીના ભાગરૂપે કટરાથી ભવન સુધીની યાત્રા રોકી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે ભારે વરસાદને કારણે કટરાથી ભવન સુધીની યાત્રા રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, આ યાત્રા માટે 27 હજાર 914 ભક્તોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. માહિતી આપતા સીઈઓ અંશુલ ગર્ગે જણાવ્યું કે અત્યાર સુધીની યાત્રામાં કોઈને નુકસાન થયું નથી. સાથે જ પીએ તંત્ર દ્વારા મુસાફરોને આરામદાક સુવિધાઓ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દર અડધા કલાકે મુસાફરોને વધુ અપડેટ આપવામાં આવી રહ્યા છે. ઉપરાંત, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો સહિત તબીબી એકમોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.