આ 4 જગ્યાએ વેલેન્ટાઈન ડે નહીં મનાવી શકાય, થઈ શકે છે સજા!
આજે વિશ્વના તમામ દેશોમાં પ્રેમી યુગલો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યા છે.આ માટેની તૈયારી ઘણા દિવસો અગાઉથી શરૂ થઈ જાય છે. ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો માનવામાં આવે છે, તે 7મીથી શરૂ થાય છે.ત્યારબાદ આખરે 14મીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દરમિયાન કપલ્સ પ્રોમિસ ડે, હગ ડે, ચોકલેટ ડે, કિસ ડે, ટેડી ડે સહિતના ઘણા દિવસો ઉજવે છે.બધા દિવસો ઉજવવાનો હેતુ માત્ર અને માત્ર પ્રેમની અભિવ્યક્તિ કરવાનો છે.જોકે, વિશ્વમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં ધાર્મિક પરંપરા અથવા અન્ય કારણોસર આ દિવસની ઉજવણી પર પ્રતિબંધ છે. આજે આપણે એવા પાંચ દેશો વિશે જાણીશું.
મલેશિયામાં વેલેન્ટાઈન ડે પર પ્રતિબંધ – વર્ષ 2005માં આ ઈસ્લામિક દેશે નિર્ણય લીધો કે હવે વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવશે નહીં.આ નિયમનો અમલ કરવા માટે ફતવો બહાર પાડવામાં આવ્યો હતો.તેની પાછળનું કારણ જણાવતા કહ્યું કે 14 ફેબ્રુઆરીનો દિવસ યુવાનોના વિનાશ અને નૈતિક અધોગતિના પ્રવેશદ્વાર તરીકે ઉપયોગમાં લેવાય છે.જોકે કેટલાક લોકો તેને ઉજવવાના રસ્તાઓ શોધે છે.વેલેન્ટાઈન ડે પર સાર્વજનિક સ્થળે પ્રેમ વ્યક્ત કરવા બદલ અહીં ઘણા યુગલોની ધરપકડ કરવામાં આવી છે.
ઉઝબેકિસ્તાનમાં પણ વેલેન્ટાઇન ડે પર પ્રતિબંધ – મધ્ય એશિયામાં લેન્ડલોક દેશ ઉઝબેકિસ્તાનને 1991માં સોવિયત સંઘથી આઝાદી મળી હતી. અલબત્ત, આજે ભૂતપૂર્વ સોવિયત સંઘના દેશોમાં વેલેન્ટાઇન ઉજવવામાં આવે છે, પરંતુ ઉઝબેકિસ્તાનમાં તે ઉજવવામાં આવતું નથી. આ ઈસ્લામિક દેશમાં 2012 સુધી વેલેન્ટાઈન ડે મનાવવામાં આવતો હતો, પરંતુ આ વર્ષે જ્ઞાન અને મૂલ્યોના પ્રચાર સાથે સંકળાયેલા શિક્ષણ મંત્રાલયના વિભાગે તેના પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે.વેલેન્ટાઈન ડેને અહીં ગેરકાયદે માનવામાં આવતો નથી, પરંતુ ઉઝબેકિસ્તાનના હીરો બાબરના જન્મદિવસની ઉજવણી કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
ઈરાનમાં વેલેન્ટાઈન ડે પર પ્રતિબંધ- વર્ષ 2010માં ઈરાને સત્તાવાર રીતે વેલેન્ટાઈન ડે પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે નક્કી કર્યું હતું કે વેલેન્ટાઈન ડે એક તહેવાર છે જે અધોગતિ તરફ દોરી જાય છે, જે પશ્ચિમી સંસ્કૃતિ અને ગેરકાયદેસર સંબંધોને પ્રોત્સાહન આપે છે. આ દેશ પોતાની વાતને લઈને એટલો ગંભીર છે કે,સરકારે અહીં વેલેન્ટાઈનને લગતી ભેટ અને અન્ય વસ્તુઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે.જો અપરિણીત યુગલો સાથે ડાન્સ કરતા જોવા મળે તો તેમને જેલ થઈ શકે છે.
પાકિસ્તાને પણ વેલેન્ટાઈન ડે પર પ્રતિબંધ મૂક્યો- પાકિસ્તાનમાં વેલેન્ટાઈન ડેને ઈસ્લામના ઉપદેશોની વિરુદ્ધ માનવામાં આવે છે.અહીંના એક નાગરિકે 2018માં ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે,વેલેન્ટાઈન ડે પશ્ચિમી સંસ્કૃતિની આયાત છે અને ઈસ્લામના ઉપદેશોની વિરુદ્ધ છે.આ પછી કોર્ટે વેલેન્ટાઈન ડે પર પ્રતિબંધ લગાવી દીધો.પાકિસ્તાનમાં લોકોએ આ નિર્ણયનો ઘણો વિરોધ કર્યો હતો.
સાઉદી અરેબિયામાં પણ વેલેન્ટાઈન ડે પર પ્રતિબંધ:સાઉદી અરેબિયામાં વર્ષોથી વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવતો ન હતો.એવું માનવામાં આવતું હતું કે વેલેન્ટાઇન ડે પર કરવામાં આવતી મોટાભાગની વસ્તુઓ દેશની વિચારધારા વિરુદ્ધ છે.અહીંની દુકાનોમાં વેલેન્ટાઈન સંબંધિત સામાન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં સુધારા કરવામાં આવ્યા છે અને હવે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે.