Site icon Revoi.in

વેલેન્ટાઈન ડેઃ- ગૂગલે ખાસ અંદાજમાં વિશ્વને આપ્યો પ્રેમનો સંદેશ- હેમ્સ્ટરની જોડીનું ખાસ ડૂડલ બનાવ્યું

Social Share

 

આજે સવારે તમને ગુગલ સર્ચ એન્જિનમાં કંઈક અલગ જોવા મળ્યું હશે જી હા,દરેક ખાસ પ્રસંગે કે ખાસ દિવસે ગૂગલ એક અલગ પ્રકારનું ખાસ ડૂડલ બનાવીને શુભેચ્છાઓ આપે છે.ત્યારે આજે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન્સ ડે પર ગુગલે ખાસ ડૂડલ બનાવીને શુભેચ્છાઓ પાઠવી છે.

ગુગલે વેલેન્ટાઈન ડે 2022ના પ્રસંગે ડૂડલમાં હેમ્સ્ટરની જોડીના પ્રતીક દ્વારા વિશ્વને પ્રેમનો સંદેશ આપ્યો છે. તે ભુલભુલામણીમાં છૂટા પડી ગયેલા સસલાના દંપતીના ફરી એકથવાનો સંદેશ આપે છે. ગૂગલે આ રેબિટના કપલને તેમના લોગો સાથે રજૂ કર્યું છે.

હેમ્સ્ટર અથવા સસલા સામાન્ય રીતે ખૂબ જ નાજુક જીવ ગણયા છે જે સાંજના સમયે અથવા રાત્રે ખેતરોમાં અથવા જંગલોમાં જોવા મળે છે. તેઓ દિવસ દરમિયાન શિકારીઓના ડરથી જમીનમાં બનાવેલા દરોમાં રહે છે. ઘણા લોકો તેને પોતાના ઘરમાં પણ રાખે છે. એક ચક્રવ્યૂહમાં છૂટા પડી ગયેલા સસલાના યુગલના પુનઃમિલનના પ્રતીક દ્વારા ગૂગલે સમગ્ર વિશ્વને પ્રેમ માટે એક થવાનો સંદેશ આપ્યો છે.

વિશ્વને પ્રેમનો સંદેશ આપનાર સંત વેલેન્ટાઈનની યાદમાં ઉજવવામાં આવેલ આ તહેવાર ખાસ કરીને સમગ્ર વિશ્વના પ્રેમીઓ સેલિબ્રેટ કરતા હોય છે. પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ માનવામાં આવે છે. ફેબ્રુઆરી એ વસંતની શરૂઆતનો મહિનો છે અને આ સમય દરમિયાન પ્રકૃતિ રંગબેરંગી મોસમી ફૂલો દ્વારા તેની અનન્ય છાયા ફેલાવે છે. આ ફૂલો દ્વારા પ્રકૃતિ સમગ્ર વિશ્વને પ્રેમ અને શાંતિનો સંદેશ આપે છે.

વેલેન્ટાઈન ડેની ઉજવણીની શરુઆત ક્યાથી થઈ જાણો

સૌ પ્રથમ વિશ્વભરમાં વેલેન્ટાઇન ડેની ઉજવણીનીશરુઆત  રોમન તહેવાર લુપરકેલિયામાં થી થઈ છે. સમગ્ર વિશ્વમાં લોકો તેમના પ્રિયજનો વચ્ચે ચોકલેટ, ફૂલોની આપ-લે કરે છે. કેટલાક લોકો તેમના પ્રિયજનને ડિનર માટે બહાર લઈ જાય છે. આ પ્રસંગે દુકાનો, મોલ અને હોટલ, રેસ્ટોરન્ટ ભવ્ય રીતે શણગારવામાં આવે છે.

વર્ષો પહેલા યુએસ, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયામાં વેલેન્ટાઈન ડે લોકપ્રિય હતો. 17મી સદીની આસપાસ બ્રિટનમાં વેલેન્ટાઇન ડેને લોકપ્રિયતા મળી. તે ભારતમાં છેલ્લા બે-ત્રણ દાયકાઓમાં અથવા ઉદારીકરણનો યુગ શરૂ થયા પછી લોકપ્રિય બન્યું હતું.