કાશ્મીરમાં આકર્ષણનું કેન્દ્ર વેલી ઓફ ફ્લાવર્સ આજે રાત્રીથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકાશે
- કાશ્મીર ઘાટીમાં ખુલશે વેલી ઓફ ફ્લાવર
- આજે રાતના 9 વાગ્યાથી પ્રવાસીો માટે ખોલવામાં આવશે
શ્રીનગરઃ- જમમ્ુ કાશ્મીર કે જેને દેશની જનન્ત ગણવામાં છે દેશવિદેશથી લોકો અહીની મુલાકાતે ાવતા હોય છે જેમાં ખાસ ફઅલાવર ઓફ વેલી લોકોના આકર્ષમનું કેન્દ્દર છે.ત્યારે હવે પ્રવાસીઓ માટે એક સામા સમાચાર પ્રાપ્ત થી રહ્યા છે,. જે પ્રમાણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ વેલી ઓફ ફ્લાવર્સ બુધવારથી પ્રવાસીઓ માટે ખુલવા જઈ રહી છે. પ્રવાસન વિભાગે તૈયારીઓ પૂર્ણ કરી છે.
આ ફઅલાવર વેલીમાં ફૂલોની 300 થી વધુ પ્રજાતિઓ ધરાવતી વેલી ઓફ ફ્લાવર્સ બુધવારથી પ્રવાસીઓનું સ્વાગત કરશે. પ્રવાસન સચિવ દિલીપ જવાલકરે જણાવ્યું હતું કે વિભાગીય સ્તરે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે વેલી ઑફ ફ્લાવર્સ નંદા દેવી બાયોસ્ફિયર રિઝર્વ હેઠળ આવે છે. આ સ્થાન મેરીગોલ્ડ્સ અને ઓર્કિડ જેવા કેટલાક રંગબેરંગી અને અવિશ્વસનીય ફૂલોથી પથરાયેલું છે. આ ઉપરાંત આ વિસ્તારમાં સારી સંખ્યામાં પક્ષીઓ, પતંગિયા અને પ્રાણીઓ પણ જોવા મળે છે.
ધ વેલી ઓફ ફ્લાવર્સ એ 17 કિમી લાંબો ટ્રેક છે, જે 10,000 ફૂટની ઉંચાઈ પર આવેલા ખંગારિયાથી શરૂ થાય છે. ગોવિંદઘાટથી ટ્રેક દ્વારા જોશીમઠ નજીક એક નાની વસાહત પહોંચી શકાય છે. વેલી ઓફ ફ્લાવર્સમાં પ્રવેશવાની પરવાનગી નંદા દેવી નેશનલ પાર્ક દ્વારા ઑફલાઇન મોડ દ્વારા આપવામાં આવે છે.
વેલી ઓફ ફ્લાવર્સ 1 જૂનથી ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે ખુલ્લી રહેશે. સમગ્ર ખીણ દુર્લભ અને વિદેશી હિમાલયન વનસ્પતિઓથી સમૃદ્ધ છે. જેમાં એનિમોન્સ, ગેરેનિયમ, પ્રિમ્યુલસ, બ્લુ પોપી અને બ્લુબેલ્સનો સમાવેશ થાય છે. અહીં જોવા માટે સૌથી સુંદર ફૂલ બ્રહ્મા કમલ છે, જેને ઉત્તરાખંડના રાજ્ય ફૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે બ્રિટિશ પર્વતારોહક અને વનસ્પતિશાસ્ત્રી ફ્રેન્ક એસ. સ્મિથ દ્વારા 1931માં વેલી ઓફ ફ્લાવર્સની આકસ્મિક શોધ હતી. તેને 2005 માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવ્યું હતું.
.