1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. વાલોળના શાકના છે અનેક ફાયદાઓ, જાણ્યા પછી આ શાક નહીં ભાવતું હોય તો પણ ખાવા લાગશો
વાલોળના શાકના છે અનેક ફાયદાઓ, જાણ્યા પછી આ શાક નહીં ભાવતું હોય તો પણ ખાવા લાગશો

વાલોળના શાકના છે અનેક ફાયદાઓ, જાણ્યા પછી આ શાક નહીં ભાવતું હોય તો પણ ખાવા લાગશો

0
Social Share

પાપડી વાલોળ કે વાલોળનું શાક તમારા ઘરે બનતુ જ હશે, ક્યારેક રિંગણ સાથે કે ઉંઘિયામાં તમે વાલોળનો સ્વાદ લીધો જ હશે. દરેકના ઘરમાં આ શાક અલગ-અલગ રીતે બનતુ હોય છે. જોકે આ શાક તમારા પરિવારમાંથી ઘણા લોકોને ભાવતુ નહી પરંતુ આ શાકના ફાયદા જાણશો તો ચોક્કસથી ભાવવા લાગશે.

પ્રોટીન, ફાઇબર, વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર વાલોળ વજન ઘટાડવાથી માંડીને પાર્કિંસન્સની જેવા રોગોથી છૂટકારો અપાવવામાં અસરકારક સાબિત થાય છે. આ ઉપરાંત હૃદયનું સ્વાસ્થ્ય સુધારવા અને કોલેસ્ટ્રોલ લેવલ નિયત્રિંત કરવામાં અસરકારક માનવામાં આવે છે. આ ઉપરાંત પણ વાલોળના ઘણા ફાયદા છે.

– ફાઇબર ભરપૂર માત્રામાં હોવાથી વલોળ પાચનતંત્ર સુધારે છે અને કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે. ઉપરાંત વાલોળમાં વિટામિન B, ફોલેટ અને કેલ્શિયમ અને સેલેનિયમનું પણ પ્રમાણ રહેલુ છે. આર્યનથી ભરપૂર હોવાને લીધે એનિમિનયામાં પણ મદદરૂપ સાબિત થાય છે. વાલોળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે.

– વાલોળના નિયમિત સેવનથી રોગપ્રિતકારક શક્તિ વધે છે. વાલોળમાં એવા પોષકતત્વો રહેલા છે જે એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ વધારે છે. એન્ટીઓક્સિડન્ટ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અગત્યના છે.

– એક કપ વાલોળમાં 187 કેલેરીની સાથે 13 ગ્રામ પ્રોટીન અને 9 ગ્રામ ફાઇબર હોય છે, એટલે વાલોળ ખાવાથી પેટ ભરેલુ લાગે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

– વાલોળ હૃદયનું સ્વાસ્થ્ય સુધારવા માટે બ્લડ પ્રેશર પણ નિયમંત્રમાં રાખે છે. આમાં મેગ્રિનેશયમ અને પોટેશિયમ રહેલુ છે જે રક્તવાહિકોઓને આરામ આપવામાં ઉપયોગી છે. જેથી હાઇ બ્લડ પ્રેશર નિયંત્રણ આવે છે. મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર ખાદ્યપદાર્થો હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code