Site icon Revoi.in

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં રવિવારે સંપૂર્ણ બંધ રખાશેઃ વેપારીઓનો નિર્ણય

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન રાજ્યના અનેક ગામ અને નગરોમાં પોતાની રીતે સ્વંભૂ બંધ અને સ્વૈચ્છીક લોકડાઉન રાખીને કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન વલસાડના વેપારીઓએ રવિવારે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરીને કલેકટરને રજૂઆત કરી હતી. તેમજ જરૂર પડશે તો શની-રવિ બે દિવસ બંધ રાખવાની પણ વેપારીઓએ તૈયારી દર્શાવી છે.

વલસાડ જિલ્લાના તમામ બજારો ,દુકાનો , હોટેલ, રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા સહિતના તમામ સ્થળો અને ઓફિસો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ અને કોવીડના નિયમોના પાલન માટે કલેકટરે જિલ્લાની જનતાને અપીલ કરી હતી. તેમજ સ્વૈચ્છિક બંધ દરમિયાન જિલ્લામાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે અને નિયમના ભંગ બદલ કસુરવારો વિરુદ્ધ કડક કાર્યવાહીના પણ આદેશો આપી દેવામાં આવ્યા છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અધિકારીઓ ની જવાબદારીઓ પણ ફિક્ષ કરવામાં આવી છે.ગ્રામ્ય વિસ્તારોમાં નીયમોના ભંગ બદલ તલાટીઓને જવાબદાર ઠેવરવવા માં આવશે તેવા પણ આદેશ આપવામાં આવ્યા છે. આમ વલસાડ જિલ્લામાં હવે આવતા રવિવારથી સંપૂર્ણપણે બંધ પાડવામાં આવશે. જરૂર જણાય તો આગળ શની રવિ બંને દિવસ. બંધની નિર્યણ પણ કરવામાં આવી શકે છે તેવો પણ સંકેત આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકારની સાથે હવે જનતા પણ આગળ આવી છે. તેમજ સ્વૈચ્છીક લોકડાઉન અને સ્વયંભૂ બંધનો નિર્ણય કરવામાં ગ્રામજનોના દ્વારા નિર્ણય કરાયો છે.