Site icon Revoi.in

પ.બંગાળની મેડિકલ કોલેજમાં તોડફોડ, હાઈકોર્ટે લીધી ગંભીર નોંધ

Social Share

કોલકતાઃ પશ્ચિમ બંગાળની મેડિકલ કોલેજમાં મહિલા તબીબની હત્યાની ઘટનાને પગલે સમગ્ર દેશમાં તબીબો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન કેટલાક શખ્સોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. આ બનાવમાં પોલીસે 15 જેટલા આરોપીઓને ઝડપી લીધા છે. દરમિયાન કોલકાતા હાઇકોર્ટે આરજી કાર કોલેજ અને હોસ્પિટલમાં તોડફોડના કેસની ગંભીર નોંધ લીધી હતી. તેમજ આ અંગે નારાજગી વ્યક્ત કરીને કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું કે અચાનક 7 હજાર લોકો કેવી રીતે એકઠા થયા.

રાજ્ય સરકારના વકીલે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે, અમને ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. તેના પર ટિપ્પણી કરતા કોર્ટે કહ્યું કે 7000 લોકો અચાનક આ રીતે ભેગા થતા નથી. આ ઘટના સાથે જોડાયેલા વીડિયો કોર્ટમાં બતાવવામાં આવ્યા છે.

કોર્ટે આકરી ટીપ્પણી કરતા કહ્યું હતું કે, જો આવી સ્થિતિ હોય તો હોસ્પિટલ બંધ કરો અને દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરો, પછી જ્યારે હોસ્પિટલ જ બંધ હોય ત્યારે આવો હોબાળો નહીં થાય. આવા ભયના માહોલમાં ડોક્ટરો કેવી રીતે કામ કરશે? કોર્ટે 14 ઓગસ્ટની રાત્રે આઈજી હોસ્પિટલમાં થયેલી તોડફોડનો વીડિયો પણ જોયો હતો.

સીબીઆઈએ આ કેસમાં આરજી કાર કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલને પૂછપરછ માટે બોલાવ્યા છે. કોર્ટમાં પૂર્વ આચાર્યના વકીલે કહ્યું કે હું સીબીઆઈ તપાસ માટે તૈયાર છું પરંતુ મારા ઘરની બહાર સતત વિરોધ ચાલી રહ્યો છે, જો મને સુરક્ષા મળે તો હું સીબીઆઈ સમક્ષ હાજર થઈ શકું છું.

કોર્ટે કહ્યું કે જો ડોક્ટરને સુરક્ષા નહીં મળે તો તે કેવી રીતે કામ કરશે. સીબીઆઈને ઘટના સ્થળે જઈને તથ્યોની તપાસ કરવાની સંપૂર્ણ સત્તા છે. આ કેસમાં સીબીઆઈને વચગાળાનો રિપોર્ટ સોંપવા પણ કહેવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું કે પીડિતાની તસવીર ન તો મીડિયામાં બતાવવામાં આવે અને ન તો તેને જાહેર કરવામાં આવે.

#VandalismInWBMCH, #WestBengalMedicalCollege, #HighCourtTakesAction, #MedicalCollegeVandalism, #WBMCHVandalism, #JusticeForWBMCH, #MedicalEducationMatters, #ProtectMedicalInstitutions, #ZeroToleranceForVandalism, #LawAndOrderInWB,  #MedicalEducation, #HigherEducation, #CollegeLife, #StudentSafety, #InstitutionalIntegrity, #RuleOfLaw, #JudicialIntervention