દેશમાં ટ્રાયલ દરમિયાન વંદે ભારત ટ્રેન એ રચ્યો ઈતિહાસ- 180 કિમી પ્રતિ કલાકની ઝડપે પાટા પર દોડી ટ્રેન
- વંદે ભારત ટ્રેને દેશમાં ઈતિહાસ રચ્યો
- 180 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન પાટા પર દોડી
દિલ્હીઃ- ભારત એક એવો દેશ છે જે સતત પ્રગતિ કરી રહ્યો છે, કોઈ પણ ક્ષેત્ર હોય ભારત અવનવી ટેકનીક અને સુજબુધની ક્ષમતા સાથે તેના સતત સફળ પરિક્ષણ કરી રહ્યો છે ત્યારે હવે ભારતીય રેલ્વેએ પણ નવી ઉપલબ્ધિ હાંસલ કરી છે, જે હેઠળ વંદે ભારત ટ્રેને પરિક્ષણ દરમિયાન 180 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન પાટા પર દોડાવાઈ છે જે એક ઈતિહાસ છે.
રેલવેએ દાવો કર્યો છે કે વડા પ્રધાન મોદીની જાહેરાત મુજબ 75 વંદે ભારત ટ્રેનો 15 ઓગસ્ટ, 2023 સુધીમાં પાટા પર દોડવાનું શરૂ કરશે આઈસીએફ પાસે દર મહિને છ થી સાત વંદે ભારત ટ્રેનની ઉત્પાદન ક્ષમતા છે અને આ સંખ્યા વધારીને 10 કરવાના પ્રયત્નો પણ હાલ ચાલુ છે.
Superior ride quality.
Look at the glass. Stable at 180 kmph speed.#VandeBharat-2 pic.twitter.com/uYdHhCrDpy— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 26, 2022
પ્રાપ્ત વિગત પ્રમાણે શુક્રવારે ટ્રાયલ દરમિયાન 180 કિમી પ્રતિ કલાકની સ્પીડ લિમિટને વટાવી ગઈ હતી. આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર માહિતી પણ આપી છે અને ટ્વિટ કરીને લખ્યું છે કે , “વંદે ભારત-2 સ્પીડ ટ્રાયલ કોટા-નાગદા સેક્શન વચ્ચે 120/130/150 અને 180 kmphની ઝડપે શરૂ થઈ.”
ઉલ્લેખની ય છે કે વંદે ભારત એક્સપ્રેસ હાલની શતાબ્દી એક્સપ્રેસનું સ્થાન લઈ શકે છે. આ ટ્રેનની સ્પીડમાં વધારો થશે. હાલમાં ટ્રેન-18 લગભગ 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા સક્ષમ છે.રેલ્વે તરફથી મળેલી માહિતી મુજબ આ ટ્રેનને ખૂબ જ આર્થિક બનાવવામાં આવી છે, જેના માટે તેને ખૂબ જ ઉચ્ચ સ્તરે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વંદે ભારત ટ્રેનની પ્રાથમિક તપાસ દરમિયાન વોશિંગ પીટમાં ધોવા અને સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રેનના તમામ પ્રકારના સાધનો અને પેનલની પણ તપાસ કરવામાં આવી હતી. વંદે ભારત સ્પીડ ટ્રાયલ કોટા-નાગદા રેલ્વે સેક્શન પર વિવિધ સ્પીડ લેવલ પર હાથ ધરવામાં આવી હતી.