Site icon Revoi.in

વંદે ભારત ટ્રેનને ફરીવાર અકસ્માત નડ્યો, આણંદ પાસે ગાયની ટક્કરથી એન્જિનને નુકશાન

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ગાંધીનગર-મુંબઇ વચ્ચે હાઇસ્પીડ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી લોકાર્પણ કર્યું હતું. જો કે, સતત બે દિવસ ગુજરાતમાં આ ટ્રેનને બે વાર પશુ અથડાવવાથી અકસ્માત નડ્યો છે. જેમાં ગુરૂવાર અમદાવાદના વટવા પાસે ટ્રેનને બે ભેંસ અથડાઇ હતી અને તેના આગળના ભાગે નુકસાન થયું હતું. ત્યારબાદ શુક્રવારે ફરી આણંદના કણજરી પાસે ગાય અથડાઇ હતી. બન્ને અકસ્માતમાં ટ્રેનના એન્જિનને નુકશાન થયુ હતુ.

સૂત્રોના જણાવ્યા મુજબ  આણંદના કણજરી-બોરીયાવી સ્ટેશન વચ્ચે સાંજે લગભગ પોણા ચાર વાગ્યે ગાંધીનગરથી મુંબઇ જઇ રહેલી વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઇ હતી. ઘટનાને કારણે ટ્રેન 10 દસ મિનિટ લેઈટ પડી હતી. ગાયના માલિકની શોધ કરી તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે.

ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને શુક્રવારે  આણંદ સ્ટેશન નજીક અકસ્માત નડ્યો હતો. ટ્રેનના એન્જિન સાથે એક ગાય અથડાઈ હતી, જેના કારણે એન્જિનના આગળના ભાગને નજીવું નુકસાન થયું હતું. એક અધિકારીએ આ જાણકારી આપી હતી . વંદે ભારત નવી સેમી-હાઈ સ્પીડ ટ્રેને એક દિવસ અગાઉ ચાર ભેંસોને ટક્કર મારી હતી અને આગળનો ભાગ બદલવો પડ્યો હતો. રેલ્વેના એક અધિકારીએ જણાવ્યું કે તાજેતરની ઘટનામાં ટ્રેનને કોઈ મોટું નુકસાન થયું નથી અને આગળના ભાગને નજીવું નુકસાન થયું છે. શુક્રવારની ઘટના આણંદમાં બપોરે 4 વાગ્યે બની હતી.  અને ટ્રેનના આગળના ભાગને નજીવું નુકસાન થયું હતું.

અત્રે ઉલ્લેખનીય  છે કે, ગુજરાતમાં ગાય અને ભેંસને રાખનારા પશુપાલકો વંદે ભારતના સમયપત્રકથી વાકેફ નથી. આ જ કારણ છે કે ભેંસોનું ટોળું પાટા પર આવી ગયું. હવે તેમને જાગૃત કરવા અભિયાન ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના વરિષ્ઠ પ્રવક્તા જિતેન્દ્ર કુમાર જયંતે જણાવ્યું હતું કે જ્યારે અમદાવાદના વટવા અને મણિનગર રેલવે સ્ટેશનો વચ્ચે વંદે ભારત ટ્રેનના માર્ગ પર આવી રહેલી ભેંસોના અજાણ્યા માલિકો સામે આરપીએફએ એફઆઈઆર નોંધી છે.