MD/ISROના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી તથા આગામી સપ્તાહમાં રાજયમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છુટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
વેધરવોચ ગ્રુપની બેઠકમાં રાહત કમિશનરે જણાવ્યું હતું કે, ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે
એન.ડી.આર.એફ.ના અધિકારીએ જણાવ્યું હતું કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ ૭ ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે તથા 8 ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
એસ.ડી.આર.એફ.ના અધિકારીએ જણાવ્યું હતું કે, વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી તમામ એસ.ડી.આર.એફ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
સિંચાઇ વિભાગના અધિકારીએ રિઝિયન વાઈઝ સ્ટોરેજની સ્થિતિ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. રાજ્યના 206 જળાશયો પૈકી 052 જળાશયો વાંસલ (સુરેન્દ્રનગર) અને ધોળીધજા ડેમ (સુરેન્દ્રનગર) હાઇએલર્ટ પર અને 01જળાશય મચ્છુ-3 (મોરબી) વોર્નિંગ પર હોવાનું તેમણે જણાવ્યું હતુ.