1. Home
  2. ગુજરાતી
  3. વારાણસીની 16 વર્ષ જૂની બોમ્બ બ્લાસ્ટની ઘટનાના આરોપી વબીઉલ્લાહને કોર્ટે ફાસીની સજા ફટકારી 
વારાણસીની 16 વર્ષ જૂની બોમ્બ બ્લાસ્ટની ઘટનાના આરોપી વબીઉલ્લાહને કોર્ટે ફાસીની સજા ફટકારી 

વારાણસીની 16 વર્ષ જૂની બોમ્બ બ્લાસ્ટની ઘટનાના આરોપી વબીઉલ્લાહને કોર્ટે ફાસીની સજા ફટકારી 

0
Social Share
  • વારાણસીમાં 2006માં થયો હતો બ્લાસ્ચ
  • આ બ્લાસ્ટમાં 7 લોકો માર્યા ગયા હતા 
  • આજે બ્લાસ્ટના આરોપીને કોર્ટે ફાસીની સજા ફટકારી

દિલ્હીઃ- વારાણસી સિરીયલ બ્લાસ્ટ  કે જે વર્ષ 2006માં થયો હતો જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા ,આ કેસમાં દોષિત આતંકવાદી મોહમ્મદ વલીઉલ્લાહને આજરોજ સોમવારે ગાઝિયાબાદની કોર્ટે  ફાસીની સજા સંભળાવી છે.

આ સાથે જ અન્ય એક કેસમાં આજીવન કેદની સજા સંભળાવી હતી. ઉલ્લેખનીય છે કે 16 વર્ષ જૂના વારાણસી સીરિયલ બ્લાસ્ટ કેસમાં ગાઝિયાબાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે 4 જૂન, શનિવારે વલ્લીઉલ્લાહને દોષિત કરાર આપ્યો હતો. સિરીયલ બ્લાસ્ટ કેસના બે કેસમાં જિલ્લા ન્યાયાધીશે આતંકવાદી વલ્લીઉલ્લાહને દોષિત ઠેરવ્યો હતો, જ્યારે એકમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટોમાં 7 લોકોના મોત થયા હતા.ત્યારે આજે 16 વર્ષ બાદ આ આરોપીને સજા આપવામાં આવી છે.

આ ઘટના બની હતી આજથી 16 વર્ષ પહેલા વરષ 2006માં વારાણસીના સંકટ મોચન મંદિર પરિસરમાં, તેના સંબંધમાં હત્યાના કેસમાં દોષિત આતંકવાદી વલીઉલ્લાહને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આ બોમ્બ બ્લાસ્ટમાં 7 લોકોના મોત થયા હતા, જ્યારે 26 લોકો ઘાયલ અને અપંગ થયા હતા. સાથે જ દશાશ્વમેધ ઘાટ પર કુકર બોમ્બ વડે બોમ્બ વિસ્ફોટનું કાવતરું ઘડવાના કેસમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code