Site icon Revoi.in

વારાણસીની 16 વર્ષ જૂની બોમ્બ બ્લાસ્ટની ઘટનાના આરોપી વબીઉલ્લાહને કોર્ટે ફાસીની સજા ફટકારી 

Social Share

દિલ્હીઃ- વારાણસી સિરીયલ બ્લાસ્ટ  કે જે વર્ષ 2006માં થયો હતો જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા ,આ કેસમાં દોષિત આતંકવાદી મોહમ્મદ વલીઉલ્લાહને આજરોજ સોમવારે ગાઝિયાબાદની કોર્ટે  ફાસીની સજા સંભળાવી છે.

આ સાથે જ અન્ય એક કેસમાં આજીવન કેદની સજા સંભળાવી હતી. ઉલ્લેખનીય છે કે 16 વર્ષ જૂના વારાણસી સીરિયલ બ્લાસ્ટ કેસમાં ગાઝિયાબાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે 4 જૂન, શનિવારે વલ્લીઉલ્લાહને દોષિત કરાર આપ્યો હતો. સિરીયલ બ્લાસ્ટ કેસના બે કેસમાં જિલ્લા ન્યાયાધીશે આતંકવાદી વલ્લીઉલ્લાહને દોષિત ઠેરવ્યો હતો, જ્યારે એકમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટોમાં 7 લોકોના મોત થયા હતા.ત્યારે આજે 16 વર્ષ બાદ આ આરોપીને સજા આપવામાં આવી છે.

આ ઘટના બની હતી આજથી 16 વર્ષ પહેલા વરષ 2006માં વારાણસીના સંકટ મોચન મંદિર પરિસરમાં, તેના સંબંધમાં હત્યાના કેસમાં દોષિત આતંકવાદી વલીઉલ્લાહને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આ બોમ્બ બ્લાસ્ટમાં 7 લોકોના મોત થયા હતા, જ્યારે 26 લોકો ઘાયલ અને અપંગ થયા હતા. સાથે જ દશાશ્વમેધ ઘાટ પર કુકર બોમ્બ વડે બોમ્બ વિસ્ફોટનું કાવતરું ઘડવાના કેસમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.