વારાણસીઃ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં એએસઆઈ સર્વે કરાશે, સ્થાનિક અદાલતે કર્યો નિર્દેશ
લખનૌઃ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના સંકુલમાં સર્વેની માંગણીને થયેલી અરજી સ્થાનિક અદાલતે ગ્રાહ્ય રાખી હતી. અદાલતે વિવાદીત ભાગને છોડીને સમગ્ર પરિસરમાં એએસઆઈ સર્વેને મંજુરી આપી છે. જ્ઞાનવાપી મસ્જિદ મામલે હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરનાર વકીલ વિષ્ણ શંકર જૈનએ જણાવ્યું હતું કે, કોર્ટે એએસઆઈ સર્વેને લઈને આદેશ કર્યો છે.
કેસની હકીકત અનુસાર જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેને લઈને જિલ્લા અદાલતમાં અરજી થઈ હતી. અરજીની સુનાવણી દરમિયાન રજૂઆત કરાઈ હતી કે, આ વર્ષો જુનુ મસ્જિદ છે અને તેને મસ્જિદનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરાયો હતો. જેથી વૈજ્ઞાનિક ઢબે સમગ્ર પરિસરમાં સર્વે કરવો જોઈએ. અદાલતની સુનાવણીમાં મુસ્લિમ પક્ષે સર્વેનો વિરોધ કર્યો હતો. અરજદારના વકીલે જણાવ્યું હતું કે, જિલ્લા અદાલતે જ્ઞાનવાપી પરિસરમાં એએસઆઈ સર્વેને મંજુરી આપવામાં આવી છે. જો કે, વિવાદીત મનાતા વજુખાનાને સર્વેમાં સામેલ કરવામાં નહીં આવે. એએસઆઈ સર્વે કરીને 4 ઓગસ્ટ સુધી રિપોર્ટ રજુ કરવા માટે પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. જો કે, સ્થાનિક અદાલતના આદેશ સામે મુસ્લિમ પક્ષે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવની ઈચ્છા વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના અંદર મળેલા શિવલિંગના વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને કાર્બન-ડેટિંગને અગાઉ ઈલ્હાબાદ હાઈકોર્ટે મંજુરી આપી હતી. જેની સામે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરાઈ હતી. જેથી સુપ્રીમ કોર્ટે ઈલ્હાબાદ હાઈકોર્ટના આદેશ ઉપર સ્ટે ફરમાવ્યો હતો. હિન્દુ પક્ષ શિવલિંગ હોવાનો સતત દાવો કરી રહ્યો છે જ્યારે મુસ્લિમ પક્ષ ફુવારો બોવાનો બચાવ કરી રહ્યું છે. હાલ આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે.