- નેશનલ એકેડમી ઓફ મેડિકલ સાયન્સ PM મોદીને માનદ ફેલોશિપ આપશે
- કોરોનાની લડાઈમાં મહત્વના યોગદાન માટે આપવામાં આવશે ફેલોશિપ
દિલ્હીઃ- કોરોનાની લડાઈમાં જે રીતે પીએમ મોદીએ પોતાનું યોગદાન આપ્યું છે તે રીતે વિશ્વભરમાં તેમના વખાણ થઈ રહ્યા છે,ત્યારે હવે નેશનલ એકેડમી ઓફ મેડિકલ સાયન્સનું 61મું વાર્ષિક અધિવેશન 26 થી 28 નવેમ્બર દરમિયાન બીએયુ ખાતે ઉજવવામાં આવશે.
આ અધિવેશન દરમિયાન, આરોગ્ય સેવાઓના ઉત્થાન અને કોરોના મહામારી સામેની લડાઈમાં અગ્રેસર યોગદાન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફેલો ઑફ મેડિકલ સાયન્સ એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત 52 ડોકટરો અને વૈજ્ઞાનિકોને પણ ફેલોશીપ આપવામાં આવશે અને 106 યુવા તબીબોને એકેડેમી તરફથી મેમ્બરશીપ આપવામાં આવશે. આઈએમએસ ના ડીન રિસર્ચ અને કોન્ફરન્સના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી પ્રોફેસરે કહ્યું હતું કે નેશનલ એકેડમી ઓફ મેડિકલ સાયન્સની સ્થાપના 1961માં થઈ હતી.
એકેડેમી ભારતમાં આરોગ્ય સેવાઓના આયોજન અને સંચાલનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેલંગણાના રાજ્યપાલ અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર ડૉ. તમિલિસાઈ સુંદરરાજન 26 નવેમ્બરના રોજ કૃષિ વિજ્ઞાન સંસ્થાના શતાબ્દી કૃષિ સભાગૃહમાં આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.