Site icon Revoi.in

વારાણસીના યૂવા વૈજ્ઞાનિકે સૈન્યની રક્ષા માટે ખાસ પ્રકારના શૂઝ બનાવ્યા – 20 કિ.મીના અંતરથી દુશ્મનોની ઘૂસણખોરીની કરશે જાણ

Social Share

દિલ્હીઃ-દેશની સેનાની સુરક્ષાને લઈને અનેક સાધન સામગ્રીઓ વિકસાવવામાં આવી રહી છે, કેન્દ્ર સરકાર ખાસ પ્રકારના ડ્રોન પણ મંગાવવામાં આવ્યા છે, ત્યારે હવેવારાણસીના એક યૂવકે પણ સૈન્યની સુરક્ષામાં એક મજબૂત પગલું ભર્યું છે,યુવા વૈજ્ઞાનિક શ્યામ ચૌરસિયાએ સરહદની સુરક્ષામાં રોકાયેલા સૈનિકોની મદદ માટે ખાસ શૂઝ તૈયાર કર્યા છે. જે 20 કિ.મી.ના વિસ્તારમાં દુશ્મનની ઘૂસણખોરી વિશે એલાર્મ અને વાઇબ્રેટર દ્રારા સૈનિકોને સતત જાણ કરશે.

ગોરખપુર મહોત્સવ દરમિયાન પ્રાદેશિક વિજ્ઞાન અને તકનીકી દ્વારા ચંપા દેવી પાર્કમાં યોજાનારા નવીનતાઓના પ્રદર્શનમાં શ્યામની આ શોધ આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ શૂઝમાં  રબર અને સ્ટીલ પ્લેટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે રેડિયો ફ્રીક્વન્સીઝ અને મોબાઇલ નેટવર્ક પર કામ કરે છે. તેની સોલર ચાર્જિંગ સિસ્ટમ ઠંડીમાં જવાનોના પગમાં હીટર તરીકે પણ કામ કરશે.

શ્યામે કહ્યું કે, લેસર હ્યુમન સેન્સરની રેન્જમાં કોઈ પણ પ્રકારની ગતિવિધિ છે અથવા જો લેસર સેન્સર તૂટી જાય છે, તો આ સેન્સર એક્ટિવ થઈ જાય છે. આ શૂઝમાં રેડિયો સર્કિટને સિગ્નલ આપે છે.તે શૂઝમાં લાગેલા અલાર્મ અને પ્રકાશને સક્રિય કરે છે, જે સરહદ પર સ્થિત સૈનિકોને ચેતવણી આપશે.

ઉલેલેખનીય છે કે,આ યૂવા વૈજ્ઞાનિક ગોરખપુર ફેસ્ટિવલમાં પોતાનો નવી નવીનતા પ્રદર્શિત કરવા માટે ખૂબ ઉત્સુક છે આ શૂઢઝ બવાનના માટે  સ્ટીલ વીંટો, એલઇડી લાઇટ, સોલર પ્લેટ ફાઇવ વોલ્ટ, રેડિયો સર્કિટ, સ્વીચો, ઇલેક્ટ્રોનિક ટ્રિગર, વાઇબ્રેશન મોટર વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

 

સાહિન-