ઘરના નિર્માણથી લઈને ઘરમાં જો દરેક વસ્તુને વાસ્તુ પ્રમાણે રાખીએ તો મોટાભાગના સમસ્યાઓ દુર રહે છે. ત્યારે જો વાત કરવામાં આવે ઘડિયાળની તો દિવાલ ઘડિયાળની ઘર પર ઘણી અસર પડે છે. એટલા માટે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળને યોગ્ય દિશામાં રાખવી જોઈએ.
બધા ઘરોમાં ઘડિયાળ હોય છે. ઘડિયાળ માત્ર સમય જ જણાવતી નથી, પરંતુ ઘરના લોકોના સુખ-દુઃખ અને શુભ-અશુભ સમય પણ તેની સાથે સંબંધિત છે. જો તમે ઘડિયાળને માત્ર સમય જાણવાના યંત્ર સમજીને લટકાવશો અથવા લટકાવી દો છો, તો તમારે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી ઘડિયાળ ખરીદતી વખતે અને ઘડિયાળ ઘરમાં રાખતી વખતે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ નિયમોનું ધ્યાન રાખો.
- ઘરમાં કેસરી અથવા ઘેરા લીલા રંગની ઘડિયાળ રાખવાથી નકારાત્મક ઉર્જાનું પરિભ્રમણ વધે છે.
- વાદળી અને કાળા રંગની ઘડિયાળો પણ ઘર માટે અશુભ માનવામાં આવે છે.
- ઘેરા લાલ રંગની ઘડિયાળને પણ ઘરમાં ટાળવી જોઈએ.
- પીળી, સફેદ અને આછા ભૂરા રંગની ઘડિયાળો ઘર માટે શુભ માનવામાં આવે છે.
- જો તમે ઉત્તરની દિવાલમાં ઘડિયાળ લગાવી રહ્યા છો, તો મેટાલિક ગ્રે અથવા સફેદ રંગની ઘડિયાળ આદર્શ માનવામાં આવે છે.
પૂર્વ દિવાલમાં મૂકવા માટે લાકડાની ઘડિયાળ શુભ રહેશે. - ઘડિયાળ માટે રંગો પસંદ કરતી વખતે, જો ખૂબ જ હળવા રંગો પસંદ કરવામાં આવે તો તે વધુ સારું રહેશે. ઘેરા રંગની ઘડિયાળ ઘરમાં ટાળવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે આ માહિતી માત્ર જાણકારી માટે છે, કેટલાક લોકો આ વાતોમાં વિશ્વાસ કરતા હોતા નથી અને દરેક લોકોની આસ્થા અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને જણાવવામાં આવે છે કે આ માહિતીને લઈને કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી.